ETV Bharat / state

Ahmedabad Crime: હનીટ્રેપમાં ફસાવનાર ગેંગનો એક શખ્સ પકડાયો,આવું હતું કાવતરૂ - Naroda Honey Trap Case

અમદાવાદના નરોડામાં આધેડને દવા સુંઘાડીને યુવતી સાથે અયોગ્ય (Naroda Honey Trap Case) ફોટા પાડી લેવામાં આવ્યા હતા. જે બાદ ફરિયાદી પાસેથી 80 હજારની (Ahmedabad Honey trapping) માંગ કરતા મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. જેને લઈને નરોડા પોલીસે એક શખ્સની ધરપકડ કરી છે. (Honey trap Case in Ahmedabad)

આધેડને ફસાવી યુવતી સાથે ફોટા પાડી હનીટ્રેપમાં ફસાવનાર ગેંગનો એક શખ્સ પકડાયો

author img

By

Published : Jan 9, 2023, 4:21 PM IST

નરોડામાં આધેડને દવા સુંઘાડીને યુવતી સાથે અયોગ્ય ફોટા પાડનાર ઝડપાયો

અમદાવાદ : શહેરના નરોડા વિસ્તારમાં ફરી એક વાર હનીટ્રેપની ઘટના સામે આવી છે. જેમાં રિક્ષામાં પ્રવાસ કરી રહેલા 56 વર્ષીય આધેડને ઘેનની દવા સુંઘાડી અયોગ્ય અવસ્થામાં યુવતી સાથે ફોટા પાડી લેવામાં આવ્યા હતા. બાદમાં ફોટા વાયરલ કરવાની ધમકી આપી ફરિયાદી પાસેથી 80 હજારની માંગણી કરવામાં આવી હતી. જે અંગે નરોડા પોલીસે ગુનો નોંધી એક આરોપીની ધરપકડ કરી અન્ય ફરારની શોધખોળ હાથ ધરવામાં આવી છે. (Honey trap Case in Ahmedabad)

શું હતો સમગ્ર મામલો નરોડા પોલીસે આ મામલે મોહિત ઉર્ફે પપલ ચૌધરી નામના દહેગામના યુવકની ધરપકડ કરી છે. આરોપી આમ તો ખેતીવાડી કરે છે, પરંતુ ખેતીવાડીની સાથે હનીટ્રેપના ગુનામાં પણ સક્રિય છે. 4 જાન્યુઆરીના રોજ 56 વર્ષીય આધેડને રિક્ષામાં પ્રવાસ માટે બેસાડી ઘેનની દવા સુંઘાડી રીંગરોડ પર આવેલા આવાસના મકાનોમાં લઈ જઈ યુવતી સાથેના અયોગ્ય ફોટા પાડી હનીટ્રેપના શિકાર બનાવ્યા હતા. જે બાદ ફરિયાદી પાસેથી 80 હજારની માંગ કરતા મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. જે અંગે તેની ધરપકડ કરવામાં આવી છે. (Ahmedabad Honey trapping)

આ પણ વાંચો ભાવનગરના બંટી બબલી, વેપારીને હનીટ્રેપમાં ફસાવી અઢી કરોડ માગ્યા

ગુનામાં મહિલા શામેલ નરોડા પોલીસે હનીટ્રેપના ગુનામાં મોહિત ચૌધરીની ધરપકડ કરી પૂછપરછ કરતા સામે આવ્યું કે, આ ગુનામાં તેની સાથે સમીર ઝુબેર અને અન્ય એક 30 વર્ષની મહિલા સામેલ છે. જેથી નરોડા પોલીસે તેની પણ શોધખોળ હાથ ધરી છે. પોલીસે આ ગુનામાં આરોપીને ઝડપી લેવા માટે પોલીસે ટ્રેપ ગોઠવી હતી. જેમાં 30 હજાર લેવા આવતા આરોપી ઝડપાઈ ગયો. સાથે જ તેણે આવા અન્ય બે ગુના કર્યા હોવાની પણ કબુલાત કરી છે. જેથી પોલીસે ભોગ બનનાર લોકોને શોધી વધુ ફરિયાદો દાખલ કરવા તજવીજ હાથ ધરી છે. (Ahmedabad Crime News)

આ પણ વાંચો કચ્છના બહુચર્ચિત 10 કરોડના હનીટ્રેપ કેસના મુખ્ય આરોપીની ધરપકડ

મકાન માલિકની પૂછપરછ મોહિત ચૌધરીની ધરપકડ કરી તપાસ કરતા ગરીબ આવાસ યોજના નર્મદા નગરમાં આધેડને લઈ જવામાં આવ્યા હતા. જે મકાન માલિક મહિલાને એક કામ પેટે 3000 રૂપિયા આપવાનું નક્કી થયું હતું. જેથી પોલીસે મકાન માલિકની પણ પૂછપરછ શરૂ કરી છે. સાથે જ ગુનામાં તેની સંડોવણી છે કે કેમ, તે અંગે પણ તપાસ શરૂ કરવામાં આવી છે. (Honeytrap with middle aged in Naroda)

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.