ETV Bharat / state

અમદાવાદમાં શરતોને આધીન શરૂ થશે એસ.ટી. બસ સેવા - ગીતા મંદિર

અમદાવાદમાં સોમવારથી એસ.ટી. બસ સેવા શરૂ કરવામાં આવશે. આ સેવા સોશિયલ ડિસ્ટન્સીંગ અને અન્ય નિયમોને આધીન શરૂ કરવામાં આવશે. આ બાબતે ગુજરાત એસ. ટી. વિભાગે માર્ગદર્શિકા બહાર પાડી છે.

રાણીપ બસ ડેપો
રાણીપ બસ ડેપો
author img

By

Published : May 31, 2020, 7:54 PM IST

Updated : May 31, 2020, 8:29 PM IST

અમદાવાદઃ શહેરમાં કોરોના વાઇરસનું ધામ બન્યું છે. ભારત સરકારે દેશને અનલોક કરવાની કાર્યવાહી શરૂ કરી દીધી છે. ત્યારે ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ દ્વારા પણ રાજ્ય સરકારના નિર્દેશો પ્રમાણે અમદાવાદ શહેર સહિત સમગ્ર અમદાવાદ જિલ્લામાં સોમવાર (1 જૂન)થી એસ.ટી.ની બસ શરૂ કરવામાં આવશે. સોશિયલ ડિસ્ટન્સીંગનું પાલન થાય તે પ્રકારની શરતોને આધીન રાજ્ય વ્યાપી સંચાલન શરૂ થશે. ગુજરાત સરકાર દ્વારા નક્કી કરેલા કન્ટેન્ટમેન્ટ ઝોન તેમજ માઈક્રો કન્ટેન્ટમેન્ટ ઝોન સિવાય સમગ્ર રાજ્યમાં નિગમની બસોનું સંચાલન શરૂ કરવામાં આવશે.

ST buses will start in Ahmedabad
એસ.ટી. સેવા શરૂ કરવામાં આવશે

ગુજરાત માર્ગ પરિવહન નિગમ દ્વારા તા. 01-06-2020થી નીચે મુજબ સંચાલન શરૂ કરવાનો નિર્ણય કર્યો છે.

ST buses will start in Ahmedabad
પ્રવેશ સમયે જ ટેમ્પરેચર ચેક કરવામાં આવશે
  1. રાજ્ય સરકારે નક્કી કરેલા કન્ટેન્ટમેન્ટ ઝોન તેમજ માઈક્રો કન્ટેન્ટમેન્ટ ઝોન સિવાય સમગ્ર રાજ્યમાં નિગમની બસોનું સંચાલન શરૂ કરવામાં આવશે.
  2. નિગમ દ્વારા સવારના 07.00 થી રાત્રીના 08.00 કલાક સુધી સંચાલન કરવામાં આવશે.
  3. અમદાવાદ તથા સુરત જિલ્લા ખાતેથી થનારા સંચાલનમાં કુલ બેઠકની ક્ષમતાના મહત્તમ 50 ટકા(કોઈ પ્રવાસી બસમાં ઉભા રહીને પ્રવાસ કરી શકશે નહિ) તેમજ અન્ય વિસ્તારમાંથી થનારા સંચાલનમાં કુલ બેઠક ક્ષમતાના મહત્તમ 60 ટકા(કોઈ પ્રવાસી બસમાં ઉભા રહીને પ્રવાસ કરી શકશે નહિ) મુજબના પ્રવાસીની સંખ્યા સાથે સંચાલન કરવામાં આવશે.
  4. અમદાવાદથી ગાંધીનગર આવતી/જતી પોઈન્ટ સર્વિસો કન્ટેન્ટમેન્ટ ઝોન તેમજ માઈક્રો કન્ટેન્ટમેન્ટ ઝોન સિવાયના શહેરના વિસ્તારો (પોઈન્ટ) ખાતેથી બસોની સેવા ઉપલબ્ધ થશે. જેમાં પ્રવાસી માત્ર શરૂઆતના પોઈન્ટના સ્થળ પરથી જ બસમાં બેસી શકશે. તેમજ બસમાં બેસવા માટે 15 મિનીટ પહેલા પોઈન્ટ ખાતે આવવાનું રહેશે. જ્યાં પ્રવાસીનું થર્મલ સ્ક્રીનીંગ થયા બાદ જ બસમાં પ્રવાસ કરી શકશે.
  5. રાજ્ય સરકારશ તરફથી અન્ય સૂચના ન મળે, ત્યાં સુધી અમદાવાદ ગીતા મંદિર મુખ્ય બસ સ્ટેન્ડ ખાતેથી કોઈપણ બસ સેવા શરૂ કરવામાં આવશે નહિ. હાલ પુરતી વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે અમદાવાદ ખાતે નીચે મુજબ સ્થળોએથી પ્રવાસી બસ સેવાનો લાભ લઈ શકશે.
  6. સૌરાષ્ટ્ર તરફ જવા માટે ---- રાણીપ, કૃષ્ણનગર અને નહેરૂનગર
  7. દક્ષિણ ગુજરાત તરફ જવા માટે ---- રાણીપ, નહેરૂનગર અને કૃષ્ણનગર
  8. ઉત્તર ગુજરાત તરફ જવા માટે --- રાણીપ, કૃષ્ણનગર અને નહેરૂનગર
  9. મધ્ય ગુજરાત/પંચમહાલ તરફ જવા માટે --- રાણીપ, નહેરૂનગર
  10. કોઈ પણ રૂટ કન્ટેન્ટમેન્ટ ઝોન તેમજ માઈક્રો કન્ટેન્ટમેન્ટ ઝોન વિસ્તારમાંથી પસાર થશે નહિ.
  11. બસના પ્રવાસી ઈ-ટીકીટ / મોબાઈલ ટીકીટ મારફતે પ્રવાસ કરે તે ઈચ્છનીય છે. આમ છતાં સામાન્ય પ્રવાસીઓને અગવડતા ન પડે, તે માટે સોશિયલ ડિસ્ટન્સીંગનું પાલન થાય, તેવી રીતે બસ સ્ટેશન પરના કાઉન્ટર પરથી તેમજ બસમાં કન્ડકટર મારફતે રોકડ નાણાથી પણ ટીકીટ આપવામાં આવશે.
  12. બસમાં પ્રવાસ કરનારા પ્રવાસીએ તેમની ટ્રીપ ઉપડે તે પહેલા ઓછામાં ઓછા 30 મિનીટ વહેલા બસ સ્ટેન્ડ પર આવવાનું રહેશે.
  13. દરેક બસ ટ્રીપ પૂર્ણ થયા બાદ બસ સેનેટાઈઝ કર્યા બાદ જ બીજી ટ્રીપમાં ઓપરેટ થશે.
  14. ડેપો બસ સ્ટેન્ડ ખાતે માત્ર માસ્ક પહેરેલા હોય તેવા જ પ્રવાસીઓને પ્રવેશ આપવામાં આવશે.
  15. બસ સ્ટેન્ડમાં પ્રવેશ સમયે જ થર્મલ સ્ક્રીનીંગ કરવામાં આવશે અને કોરોના લક્ષણ વિહીન પ્રવાસીને જ પ્રવેશ આપવામાં આવશે. આ સમયે સોશિયલ ડિસન્ટસીંગનું પાલન થાય તે માટે સૂચનાઓ આપવામાં આવી છે.
  16. બસમાં બેસતા તમામ પ્રવાસીને સેનેટાઇઝરથી હાથ સાફ કરી બસની અંદર પ્રવેશ આપવામાં આવશે.
  17. બસમાં પ્રવાસીને બેસતા અને ઉતરતા સમયે સોશિયલ ડિસ્ટન્સીંગનું પાલન થાય તે રીતે બોર્ડીગ અને ડી-બોર્ડીગની સૂચનાઓનું પાલન થશે.
  18. એસ.ટી. નિગમના કર્મચારીઓના સ્વસ્થયની સુરક્ષાનું પણ ધ્યાન રાખવામાં આવશે.

તા. 20 મેથી તદ્દન હંગામી ધોરણે શરૂ કરવામાં આવેલી ઝોન વાઈઝ એસ.ટી. સંચાલનની વ્યવસ્થા ગુજરાત રાજ્ય માર્ગ અને પરિવાહન નિગમે રદ્દ કરી છે.

Last Updated : May 31, 2020, 8:29 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.