ETV Bharat / state

Today Gujarat Weather: ઠંડી ઘટી પરંતુ કેટલાક વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ - Cloudy weather in some parts of the state

રાજ્યમાં હાલ ડબલ ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે, 24 કલાક બાદ ઠંડીનું પ્રમાણ વધશે. અમદાવાદમાં શનિવારે વહેલી સવારે હિલ સ્ટેશન જેવું વાતાવરણ સર્જાયું હતું. રાજ્યના કેટલાક વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. (Gujarat Weather Forecast)

today-gujarat-weather-cloudy-weather-in-some-parts-of-the-state

author img

By

Published : Feb 12, 2023, 7:47 AM IST

અમદાવાદ: હાલ રાજ્યમાં જાણે ત્રણ ઋતુનો અનુભવ થઇ રહ્યો છે. રાત્રે ઠંડી, સવારે માવઠા જેવો માહોલ અને બપોરે ગરમી લાગી રહી છે. અમદાવાદ સહીત ઘણા જિલ્લાઓમાં શનિવારે વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. રાજ્યના કેટલાક વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. અમદાવાદમાં શનિવારે વહેલી સવારે હિલ સ્ટેશન જેવું વાતાવરણ સર્જાયું હતું.

ઠંડી ઘટી પરંતુ કેટલાક વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ

તાપમાનમાં ઘટાડો: વાતાવરણમાં અચાનક પલટો આવતા તાપમાનમાં પણ ઘટાડો નોંધાયો હતો. એક જ દિવસમાં તાપમાનનો પારો 3.5 ડિગ્રી ગગડ્યો હતો. તાપમાન ઘટતા દિવસ દરમિયાન ગરમીનું પ્રમાણ ઘટ્યું હતું અને દિવસ ઠંડો રહ્યો હતો. સવારે પવન પણ ફુંકાયો હતો અને ધૂળની ડમરીઓ પણ ઊડતી જોવા મળી હતી. ઉપરાંત 8 શહેરોમાં રાત્રિનું તાપમાન 18 ડિગ્રી કરતા ઓછું થઇ જતા રાત્રે ઠંડીનું પ્રમાણ ઓછું રહ્યું હતું.

રાજ્યમાં હાલ ડબલ ઋતુનો અનુભવ
રાજ્યમાં હાલ ડબલ ઋતુનો અનુભવ

તાપમાનમાં સતત ઉતાર-ચડાવ: ચાલુ વર્ષે શિયાળામાં કડકડતી ઠંડી પડી છે અને તાપમાનમાં સતત ઉતાર-ચડાવ જોવા મળી રહ્યા છે. જોકે, ઠંડી ઘટતા બેવડી ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે. વહેલી સવારે ઠંડી અને બપોરે ગરમીનો અહેસાસ થાય છે. જ્યારે હજુ તો ઉનાળો શરૂ પણ થયો નથી અને મહત્તમ તાપમાન 36 ડીગ્રીએ પહોંચી ગયું છે.

આ પણ વાંચો Kutch Earthquake : એક દિવસમાં ગુજરાતમાં ભૂકંપના બે આંચકા, કચ્છની ધરા ફરી ધ્રુજી

ગરમીનું પ્રમાણ વધવાની આગાહી: હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, રાજ્યમાં 24 કલાકમાં ઠંડીનો ચમકારો અનુભવાશે. રાજ્યમાં આવતીકાલથી 2થી 3 ડિગ્રી નીચું જશે તાપમાન, જેથી રાજ્યના લોકોને ફરી ઠંડી અનુભવાશે. જે બાદ આવતા અઠવાડિયાથી ગરમીના પ્રમાણમાં વધારો થશે. આગામી દિવસોમાં ગરમીનું પ્રમાણ વધવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.

વાતાવરણમાં અચાનક પલટો આવતા તાપમાનમાં પણ ઘટાડો નોંધાયો

આ પણ વાંચો Gujarati Language Issue : ગુજરાતની શાળાઓમાં ગુજરાતી ભાષાની ઉપેક્ષાના કયા કારણો છે, જાણો શું કહે છે શિક્ષણવિદ?

લઘુતમ તાપમાનમાં વધારો: રાજ્યના 8 શહેરોમાં લઘુતમ તાપમાનનો પારો 18 ડિગ્રીને પર થયું હતો. જેમાં સૌથી વધુ દ્વારકા 22.2 ડિગ્રી, ઓખામાં 20.9 ડિગ્રી અને વેરાવળમાં 19.9 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. આમ અમદાવાદ શહેરનું લઘુતમ તાપમાન હાલની સ્થિતિના તાપમાનની સરખામણીમાં 4.2 ડિગ્રી ઉંચુ નોંધાયું હતું. રાજકોટના ધોરાજીમાં સતત બીજા દિવસે ધુમ્મસનું સામ્રાજ્ય છવાયું હતું. ધોરાજી અને આસપાસના વિસ્તારમાં ગાઢ ધુમ્મસ જોવા મળ્યો હતો. ગાઢ ધુમ્મસને કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.