ETV Bharat / state

Tobacco Free Gujarat: મજબુતાઈથી સરકારની લગામ નહી હોય તો આંકડો વધશે, ગત વર્ષે 40 હજારથી વધુના મૃત્યુ તમાકુથી

કેન્દ્ર અને રાજ્ય સરકારને તમાકુ પર કડક અમલીકરણને લઈને રજૂઆત કરવામાં આવી છે. કારણ કે, તમાકુના સેવનના કારણે દર વર્ષે મૃત્યુના આકંડાઓ વધતા જાય છે. ખાનગી સંસ્થાઓમાં તમાકુ સેવનને લઈને કડકપણે નિયંત્રણ લાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.

Tobacco Free : મજબુતાઈથી સરકારની લગામ નહી હોય તો આંકડો વધશે, ગત વર્ષે 40 હજારથી વધુના મૃત્યુ તમાકુથી

author img

By

Published : Mar 20, 2023, 4:32 PM IST

Updated : Mar 20, 2023, 8:31 PM IST

સરકારને તમાકુ પર કડક અમલીકરણને લઈને રજૂઆત કરવામાં આવી

અમદાવાદ : દેશમાં સૌથી મોટી સમસ્યા તમાકુનું વ્યસન યુવાનોમાં ઘર ગયું તે છે. જેના કારણે રાજ્યમાં કેન્સરના કેસ વધતા જાય છે. આ પ્રકારના કેસને લઈને તમાકુ મુક્ત ગુજરાત અને કેન્સર મુક્ત ગુજરાત અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. જેના પગલે ગુજરાતના મુખ્યપ્રધાન, ગુહપ્રધાન અને આરોગ્ય પ્રધાનને રૂબરૂ મળીને આવેદન આપવામાં આવ્યું હતું. કેન્દ્ર સરકારમાં વડાપ્રધાન, ગૃહપ્રધાન અને આરોગ્ય પ્રધાનને પત્ર લખી દેશમાં અને રાજ્યમાં તમાકુનો કાયદો વધુ મજબૂત બનાવવામાં આવે તેવી માંગ કરી છે.

સરકારને શું કરી : તમાકુ મુક્ત ગુજરાત અભિયાન ફાઉન્ડર પ્રમુખ રોહિત પટેલે જણાવ્યું હતું કે, તમાકુ મુક્ત ફાઉન્ડર દ્વારા સમગ્ર ગુજરાતમાં તમાકુથી બનાવેલી પ્રોડક્ટ પર પ્રતિબંધ મૂકવામાં આવે. આ ઉપરાંત કોઈપણ કાર્ય સ્થળ પર મહિલા સુરક્ષા માટે ગાઈડલાઈન અને કોલેજ કેમ્પસમાં રેગીગને લખતા કાયદા સંદર્ભે સરકારે અપનાવો જોઈએ. તેવી જ રીતે સરકાર પ્રત્યેક ખાનગી સંસ્થાઓમાં તમાકુના સેવન પર નિયંત્રણ લાદવામાં આવે. પ્રત્યેક સરકારી ખાનગી સંસ્થાઓનો ICC- internal complaint committeeનું ગઠન કરે અને ત્રણ મહિને સંસ્થાઓનું ઓડિટ કરી સરકારને જવાબ રજૂ કરવામાં આવે. આ ઉપરાંત નિયુક્ત કરેલી એજન્સીઓ દ્વારા આ સંસ્થાઓની મુલાકાત પણ લેવામાં આવે. તેમજ નિષ્પક્ષ પણે ઓડકાર અને જમીન પર હકીકત સરકાર દ્વારા રજૂઆત કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.

વર્ષે કેટલાના મૃત્યુ : વધુમાં જણાવ્યું હતું કે, ગુટકા બંધ થયા પછી પાન મસાલા સાથે તમાકુ ભેળવીને ગુટખા સરળતાથી વહેંચાય છે. ગુટકાનું જે વેચાણ થતું હતું તેના કરતાં પણ વધારે પાન મસાલા સાથે તમાકુ ભેળવીને વેચાણ દિનપ્રતિદિન વધી રહ્યું છે. ભારતમાં પ્રતિવર્ષે કેન્સરથી અંદાજિત 1,35,000 જેટલા લોકો મૃત્યુ થાય છે. તેનો મુખ્ય કારણ તમાકુનું સેવન છે. ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ દ્વારા કેન્સર રજીસ્ટ્રેડ પ્રોગ્રામ રિપોર્ટ 2020માં બહાર આવ્યો હતો. જેમાં દેશના કેન્સરના તમામ કેસોમાંથી આશરે 27 ટકા તમાકુના કારણે થયા છે. જ્યારે વર્ષ 2021-22માં આંકડા તેના કરતા પણ વધુ ભયંકર છે.

2020માં 69,660 દર્દી: વર્ષ 2020ની વાત કરવામાં આવે તો, ગુજરાતમાં કેન્સરના નવા દર્દીઓની સંખ્યા આશરે 69,660 નોંધાઈ હતી. જ્યારે 2021માં નવા કેસની સંખ્યા 71.507 અને 2022માં દર્દીની સંખ્યા 73,382 સુધી પહોંચી ગઈ હતી. ગત વર્ષે કેન્સરના કારણે ગુજરાતમાં અંદાજે 40,356 જેટલા લોકો મૃત્યુ થયા હતા. જેથી કહી શકાય કે તમાકુથી મોટાભાગના લોકો કેન્સરથી પીડાઈ રહ્યા છે. જો તમાકુ પર પ્રતિબંધ મજબૂતાઈથી નહીં કરવામાં આવે તો દિન પ્રતિદિન આંકડો વધી પણ શકે છે. જેના કારણે તેના વેચાણ પર કડકપણે અમલ મુકવામાં આવે તે ખૂબ જ જરૂરી છે.

આ પણ વાંચો : No Smoking Day 2023 : 'અમને તમાકુ નહીં, ખોરાક જોઈએ છે' થીમ પર આ વખતે સ્મોકિંગ ડે યોજાશે

તમાકુના વ્યવસાયમાં GDP: WHO દ્વારા પ્રકાશિત સંશોધનમાં જણાવ્યા મુજબ, હોસ્પિટલમાં દાખલ થવાથી અને હોસ્પિટલની મુલાકાતોને કારણે પરિવારોની ખોરવેલી આવક આશરે 6,182 કરોડ હતી. જ્યારે મૃત્યુ ખર્ચ આશરે 1.32 કલાકાનો અંદાજ લગાવવામાં આવ્યો છે. આરોગ્ય પ્રણાલી પર તેમજ લોકોને આજીવિકા પર ભારે નુકસાન જોવા મળી રહ્યું છે. તમાકુના વ્યવસાયનો હિસ્સો ભારતના GDPના લગભગ 1.4 ટકા જેટલો છે. પ્રત્યક્ષ તબીબી ખર્ચ સ્કૂલ આરોગ્ય રચના આશરે 5.3 ટકા જેટલો છે.

આ પણ વાંચો : શાળા અને કોલેજમાં તમાકુ, ગુટખા ખાતા પકડાશે તો ઈ ચલણ કપાશે

કેન્સર રોગમાં ગુજરાત: કેન્સરના કેસોની વાત કરવામાં આવે તો, વર્ષ 2018માં આશરે 66,069, 2019માં આશરે 67,841 અને વર્ષ 2020માં 69,660 નાગરિકો કેન્સરનો ભોગ બનવું પડ્યું છે. કેન્સર રોગના ફેલાવવાની દૃષ્ટિએ ભારતના રાજ્યોમાં ગુજરાત 10માં ક્રમે હતું. પરંતુ તેમના છેલ્લા બે વર્ષમાં ગુજરાત લગભગ 5માં ક્રમે આવી ગયું છે. ઉલ્લેખનીય છે કે, સરકાર દ્વારા શાળાઓ તેમજ કોલેજોની 100 મીટરની ત્રિજ્યાની અંદર તમાકુ વેચવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. પરંતુ સ્પષ્ટપણે ક્યાંક જોવા મળી રહ્યું નથી. સ્કૂલની કેમ્પસની બહાર જ તમાકુ સિગારેટ ખુલ્લેઆમ વહેંચાઈ રહ્યા છે.

Last Updated : Mar 20, 2023, 8:31 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.