અમદાવાદઃ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને (Gujarat Assembly Election 2022)લઈને આમ આદમી પાર્ટીએ કમર કસી છે. ગત સપ્તાહમાં તમામ સંગઠનનું વિસ્તરણ કરી 500થી વધુ લોકોનું નવું (Aam Aadmi Party)સંગઠનનું માળખું રચ્યું છે. હવે આગામી દિવસોમાં સમગ્ર ગુજરાતમાં વીજળી મુદ્દે વિરોધ કરવામાં આવશે. ગુજરાતમાં આમ આદમી પાર્ટી દ્વારા (Gujarat AAP)આગામી 16મી જૂનના રોજ મોટી સંખ્યામાંલોકો ભેગા થઈ વિરોધ પ્રદર્શન કરી કલેકટરને આવેદન આપવામાં આવશે.
આ પણ વાંચોઃ શા માટે આમ આદમી પાર્ટીએ માળખાનું વિસર્જન કર્યું? જાણો આ રહ્યું કારણ
દિલ્હીમાં પંજાબમાં મફત વીજળી તો ગુજરાતમાં કેમ નહીં.? - ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયા જણાવ્યું હતું કે આજે આખો દેશ જાણે છે કે અરવિંદ કેજરીવાલની સરકાર દિલ્હીમાં 200 યુનિટ મફત વીજળી અને પંજાબમાં 300 યુનિટ મફત વીજળી આપવામાં આવી રહી છે. ગુજરાતમાં ભાજપ (Bharatiya Janata Party)સરકાર કેમ આપી શકતી નથી. વીજળીના ભાવે પ્રજાને લૂંટવાનો કામ કરી રહી છે તેવા આક્ષેપો કર્યા હતા. શિક્ષણના મુદ્દે ગુજરાતમાં હજારો લોકો જોડાયા.
ગુજરાતનું શિક્ષણ હાલ કથળી ગયું - વધુમાં ઉમેર્યું હતું કે ગુજરાતમાં આમ આદમી પાર્ટી સક્રિય થઈ છે. ગુજરાતમાં ખાસ કરીને ગુજરાતમાં શિક્ષણ, વીજળી, આરોગ્ય જેમાં ખાસ કરીને ગુજરાતનું શિક્ષણ હાલ કથળી ગયું છે. જેના કારણે આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં દિલ્હીના શિક્ષણ મુદ્દે પ્રજાને જાગૃત કરવામાં આવી અને જેના પરિણામે હજારો લોકોએ આજ આમ આદમી પાર્ટી પર વિશ્વાસ મુક્યો છે. જેના પરિણામે આજ ગુજરાત સરકાર શાળાઓને સુધારવાનું કામ શરૂ કર્યું છે.
આ પણ વાંચોઃ ગુજરાત 'આપ' મા થયા મોટા બદલાવો, જાણો કોને કયા ખાતાની કરવામાં આવી ફાળવણી
16મી જૂને વીજળી મુદ્દે આંદોલન થશે - દિલ્હી અને પંજાબમાં વીજળી મફત આપવામાં આવી રહી છે. ગુજરાતમાં પણ વીજળી મફત આપવામાં આવે તે હેતુથી આમ આદમી પાર્ટી 16જૂનથી 26 જૂન સુધી પગયાત્રા, માસાલ યાત્રા કાઢી જેમાં હજારો કાર્યકર્તાને ભેગા કરીને રાજ્યના દરેક જિલ્લા વિરોધ પ્રદર્શન કરી કલેક્ટરને આવેદન પત્ર આપવામાં આવશે.