અમદાવાદઃ મોરબીના વેપારી સાથે કિરણ પટેલ અને માલિની પટેલે છેતરપિંડી આંચરી હતી. જેમાં જીપીસીબીનું લાયસન્સ અપાવવાના બહાને વેપારી પાસેથી રૂપિયા 42 લાખ પડાવી લીધા હતા. આ કેસમાં કિરણ પટેલને શ્રીનગરથી અમદાવાદ લાવવામાં આવ્યો હતો.
અરજદારના વકિલનું બયાન : અરજદારના વકીલ નિસાર વૈદ્યએ જણાવ્યું હતું કે, આ કેસમાં આજે કિરણ પટેલને ગ્રામ્ય કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. જ્યાં ક્રાઈમ બ્રાન્ચ તરફથી કુલ સાત દિવસના રિમાન્ડ માંગવામાં આવ્યા હતા. જેમાં ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે.
રિમાન્ડ ના મુદા:-
- કિરણ પટેલે ખોટી કલાસ 01 ઓફિસર તરીકે ઓળખ આપી છે.
- આરોપીએ 42.86 લાખ રકમ લીધી તે ક્યાં છે ? કોને આપ્યા છે તે અંગે તપાસની જરૂર છે.
- બાકીના રૂપિયા રિકવર કરવા રિમાન્ડની જરૂર છે.
- કિરણ અને માલિનીએ ફરિયાદીને ખોટી ઓળખો આપી તે મુદ્દે તપાસની જરૂર છે.
- Gocb ના અધિકારીની સંડોવણી છે કે નહીં તે તપાસની જરૂર ? કેટલા GPCb ના અધિકારીને મળ્યો, કયા સ્થળે મળ્યો ?
- કિરણ પટેલ વર્ષ 2017થી અત્યાર સુધી કલાસ 01 અધિકારી તરીકે ફરતો હતો ત્યારે અન્ય કેટલી જગ્યાએ છેતરપિંડી કરી છે તે તપાસની જરૂર છે.
- કિરણ પટેલની નારોલ ખાતેની મિલકત વાંધા વાળી છે તેનો બાનાખત કેટલા લોકોને કરી આપ્યો ?
- કિરણ પટેલે pmo કાર્યાલયમાં રાજકીય વગથી લોકો સાથે છેતરપિંડી કરી છે ? તેની તપાસની જરૂર
શુ હતો સમગ્ર કેસ : મોરબીના વેપારી સાથે કિરણ પટેલ અને માલિની પટેલે છેતરપિંડી આંચરી હતી. જેમાં જીપીસીબીનું લાયસન્સ અપાવવાના બહાને વેપારી પાસેથી રૂપિયા 42 લાખ પડાવી લીધા હતા. આ કેસમાં બનાવ એવો છે કે, વર્ષ 2017માં મોરબીના વેપારી ભરતભાઈ જોડે કેમિકલ ફેક્ટરીમાં જીપીસીબીનું લાયસન્સ કઢાવી આપવા માટે 42 લાખ જેટલી રકમ કિરણ પટેલે પડાવી હતી.
આવી રીતે આચર્યુ કૌંભાડ : જોકે આ બાબતને લઈને બંને વચ્ચે સમાધાન પણ થયું હતું અને અમુક રકમ પરત પણ કરી હતી અને બાકીની રકમમાં નારોલમાં જે જમીન છે તે જમીન તમને આપીશું એવી વાત તેમણે ભરતભાઈને કરી હતી. જો કે એ જમીન પણ આ દંપતીએ બીજે વેચી દીધી હતી. જેથી તેનો સમગ્ર કેસ સોલા પોલીસ મથકે નોંધાયો હતો. આ કેસમાં અગાઉ કિરણ પટેલની પત્ની માલિની પટેલને કોર્ટ જામીન આપી ચુકી છે. પરંતુ કિરણ પટેલની તે કેસમાં ધરપકડ બાકી હતી.
ત્રણ દિવસના રિમાન્ડ ગ્રામ્ય કોર્ટે મંજૂર કર્યા : ત્યારે તેને શ્રીનગર પોલીસ અન્ય કેસમાં ટ્રાન્ઝિસ્ટ રિમાન્ડથી લઈ ગઈ હતી. કાલે અમદાવાદ ક્રાઇમબ્રાન્ચ જમ્મુ-કાશ્મીરથી ટ્રાન્ઝિસ્ટ રિમાન્ડને આધારે કિરણ પટેલને અમદાવાદ લાવી હતી અને નિયમ પ્રમાણે 24 કલાકની અંદર કોર્ટ સમક્ષ રજુ કરાયો હતો. ક્રાઇમ બ્રાન્ચે કિરણ પટેલને અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં રજૂ કર્યો હતો. અહીંથી તેને અરેસ્ટ કરીને પરત ક્રાઇમબ્રાન્ચ લઈ જવાયો હતો.