ETV Bharat / state

અમદાવાદમાં શાંતિથી પસાર થયો કરફ્યૂનો સમય, પણ કોરોનાના કેસોમાં વધારો - લૉકડાઉન

કોરોનાનું સંક્રમણ અમદાવાદ શહેરમાં વધતાની સાથે જ શુક્રવારની રાત્રીથી કરફ્યૂ જાહેર કરી દેવામાં આવ્યો હતો. કોરોના કાળમાં લોકડાઉન અને કરફ્યૂથી ટેવાયેલા નગરજનોએ શનિવાર અને રવિવાર દરમિયાન સંયમ જાળવ્યો હતો. કરફ્યૂમાં તંત્ર દ્વારા દૂધ, દવાઓ અને આવશ્યક સેવાઓની છુટછાટો આપતા લોકોને સરળતા રહી હતી. તંત્ર પણ સંચારબંધીમાં સંવેદનશીલ રહ્યું હતું.

અમદાવાદમાં શાંતિથી પસાર થયો સંચારબંધીનો સમય

author img

By

Published : Nov 23, 2020, 6:49 AM IST

  • લૉકડાઉનથી ટેવાયેલા લોકોએ સંચારબંધીમાં સહકાર આપ્યો
  • દૂધ, દવાઓ આવશ્યક સેવાઓમાં કાર્યરત લોકોને છુટછાટો અપાઇ
  • શહેરમાં પ્રવેશતા માર્ગો પર બેરિકેડ મુકવામાં આવ્યા

અમદાવાદઃ અનલૉકની પ્રક્રિયા સમગ્ર દેશમાં શરૂ થઇ ગયા બાદ કોરોના કાબુમાં આવી ગયો હોય તેમ લાગતું હતું, પરંતુ તહેવારોમાં લોકોએ લીધેલી વધારે પડતી છુટછાટોના કારણે અને શિયાળાની શરૂઆતે જ શહેરમાં સંક્રમણ વધી ગયું છે.

Ahmedabad News
અમદાવાદમાં શાંતિથી પસાર થયો સંચારબંધીનો સમય

શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં સતત કેસોમાં વધારો થતો જાય છે. આ કારણે તબીબો, તંત્ર અને નાગરિકોમાં ચિંતા વધતી જાય છે. શુક્રવારની રાત્રે કરફ્યૂ જાહેર થયા બાદ શહેર આખાયના વેપારથી ધમધમતા બજારો બંધ રહ્યા હતા. ટ્રાફિકથી ધમધમતા વિસ્તારમાં હોમગાર્ડઝ, પોલીસના જવાનોનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.

રેલવે, બસો, વિમાનના મુસાફરોને ખરાઇ કરી જવા દેવાયા

અમદાવાદ શહેરમાં પ્રવેશ કરતાં તમામ માર્ગો પર પોલીસ દ્વારા બેરિકેડ મુકી રાહદારીઓ અને વાહન ચાલકોનું સઘન ચેકિંગ હાથ ધર્યું હતું. દૂધ, દવા , આવશ્યક સેવાઓ સાથે જોડાયેલા લોકોને જવા દેવામાં આવતા હતા. રેલવે, વિમાન અને બસોની મુસાફરી કરી આવતા પ્રવાસીઓની ખરાઇ કર્યા બાદ પ્રવેશ આપવામાં આવતો હતો.

શહેરમાં કોરોનાના કેસોમાં સતત વધારો

સંચારબંધીમાં તમામ વિસ્તારોમાં શાંતિ જળવાઇ રહી, પરંતુ શહેરમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. જે એક ચિંતાનો વિષય છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.