અમદાવાદઃ ભગવાન જગન્નાથજીની રથયાત્રાને ગણતરીના કલાકો બાકી છે. ત્યારે મંદિર દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. ભગવાનના ત્રણેય રથને મંદિર પરિસરમાં લાવવામાં આવ્યા છે.
વર્ષોથી રથનું સંચાલન કરતા મફતલાલે જણાવ્યું હતું કે, તેઓ વર્ષોથી ભગવાનના રથ ખેંચવામાં ખલાસી તરીકે ભાગ લે છે. ગમે તેવી સ્થિતિમાં પણ રથયાત્રા નીકળે જ છે, પરંતુ આ વર્ષે કોરોનાની મહામારીને લઈને પ્રથમ વખત રથયાત્રા નહીં નીકળે પરંતુ ભક્તો મંદિરમાંથી ભગવાનન દર્શન કરી શકશે. અત્યારે રથ મંદિર પરિસરમાં લાવવામાં આવ્યા છે અને રથને તૈયાર કરવામાં આવી રહ્યા છે.
આ વર્ષે ત્રણેય રથના આગળના 2 પૈડાં એમ કુલ 6 પૈડાં નવા નાખવામાં આવ્યા છે. ઉપરાંત રથને કલર કરીને તૈયાર કરી દેવામાં આવ્યો છે. રથને ખેંચવા માટે 30 જેટલા ખલાસી જ રહેશે અને પરિક્રમા કર્યા બાદ તેઓ મંદિર પરિરસમાં જ રહેશે.