અમદાવાદઃ રમત ગમત ક્ષેત્ર નામના મેળવેલા અસંખ્ય ખેલાડીઓ કોરોનાની મહામારીમાં અભ્યાસ વગર મૂંઝવણમાં મૂકાઈ ગયા છે. કારણ કે, કેટલીક રમતોમાં ચોક્કસ મેદાન, માહોલ અને આધુનિક સાધનોની જરૂર પડે છે. એમાં પણ મોટી સ્વિમિંગની સ્પર્ધામાં ભાગ લેતા સ્પર્ધકોને લંબાઈ અને સારા પૂલની જરૂર પડે છે.
અનલૉકની જાહેરાત બાદ 15 ઓક્ટોબરથી જે તરવૈયા સ્પર્ધાઓમાં ભાગ લેવાની તૈયારીઓ કરવા માગતા હોય એમના માટે સ્વિમિંગ પૂલ ખોલી નાખવામાં આવશે.
શહેરના 'સેવ્વી સ્વરાજ' પાસે આવેલા આંતરરાષ્ટ્રીય કક્ષાના સ્વિમિંગપૂલને સ્વચ્છ કરવાની તેમજ સ્પર્ધા માટેના અભ્યાસ માટેની તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ક્લબો અને મોટા રમત સંકુલમાં આવેલા સ્વિમિંગ પૂલ પણ તરવૈયા માટે લેન તેમ જ અન્ય સગવડો માટે સજ્જ થઈ રહ્યા છે.