લોકોનો આક્ષેપ છે કે, સ્વિમિંગ એસસોશિયેશનનો કોઈ પણ અભિપ્રાય લીધા વગર કોર્પોરેશન દ્વારા 100 થી 700 ટકા જેટલો ફી વધારો કરવામાં આવ્યો છે. આ અંગે ગત 14મી નવેમ્બરના રોજ 1 હજારથી વધુ સહી સાથે મ્યુનિસિપલ કમિશનર, મેયર સહિતને આવેદન પત્ર પણ પાઠવવામાં આવ્યુ હતું. આગામી સમયમાં જો ફી ઓછી નહિ કરવામાં આવે તો 1 એપ્રિલથી સ્વિમિંગ પુલમાં પ્રવેશ કરવાની પણ ચીમકી આપી હતી.
દેશભરમાં શહીદ એ આઝમ ભગતસિંહના 88માં શહીદ દિવસે ઠેર ઠેર જગ્યાએ શ્રધ્ધાંજલી આપવામાં આવી હતી. ત્યારે સરદાર પટેલ સ્ટેડિયમ પાંચ રસ્તા પાસે સ્વીમીંગ પુલના સભ્યો દ્વારા આઝાદ ભગતસિંહ ને શ્રધ્ધાંજલી અર્પણ કરી હતી. કોર્પોરેશન દ્વારા જે સ્વિમિંગ પુલની ફીમાં વધારો કરવામાં આવ્યો છે તેની સામે વિરોધ પ્રદર્શન કર્યો હતો. પ્રતિજ્ઞા લેવામાં આવી હતી કે, કોર્પોરેશન દ્વારા જે ફીમાં વધારો કરાયો છે તે ફી ગેરવ્યાજબી છે. સભ્યો દ્વારા ફી ભરવામાં આવશે નહિ.