ETV Bharat / state

રાજ્યસભાની ચૂંટણીને ગણતરીના કલાકો બાકી, કોંગ્રેસે તેમની રણનીતિને આપ્યો આખરી ઓપ - વિપક્ષ નેતા

ગુજરાતની રાજ્યસભાની ચાર બેઠકોની ચૂંટણીનો આખરી ઓપ અપાઈ રહ્યો છે. રાજ્યસભાની ચૂંટણી પહેલાં કોંગ્રેસના તમામ ધારાસભ્યોની એક મહત્વની બેઠક યોજાઇ હતી.

કોંગ્રેસે તૈયાર કરેલી રણનીતિને આપ્યો આખરી ઓપ

author img

By

Published : Jun 18, 2020, 9:29 PM IST

અમદાવાદ : રાજ્યસભાની ચૂંટણીને હવે ગણતરીના કલાકો બાકી છે, ત્યારે ભાજપ અને કોંગ્રેસ બંને એડી ચોટીનું જોર લગાવી રહી છે, ત્યારે અમદાવાદ સ્થિત તાજ હોટેલમાં ધારાસભ્યોને પ્રેફરન્સ મત મુજબ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ બેઠકમાં બંને ઉમેદવારો સહિત રાજીવ સાતવ, બંને નિરીક્ષક અને કેન્દ્રમાંથી આવેલા તમામ લોકો ઉપસ્થિત રહ્યા હતાં.

કોંગ્રેસે તૈયાર કરેલી રણનીતિને આપ્યો આખરી ઓપ
કોંગ્રેસે તૈયાર કરેલી રણનીતિને આપ્યો આખરી ઓપ

આ તકે વિપક્ષનેતા પરેશ ધાનાણીએ જણાવ્યું કે, કોંગ્રેસ બંને બેઠકો ઉપર વિજય સુનિશ્ચિત છે. આ સાથે જ આડકતરી રીતે તેમણે જણાવ્યું કે, રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીથી નારાજ કેટલાક ધારાસભ્ય ક્રોસ વોટિંગ કરી શકે છે, ત્યારે કોંગ્રેસને કોનો સાથ મળે છે અને કોનો સાથ નથી મળતો તે તો જોવું રહ્યું.

જો કે કોંગ્રેસને બીજી બેઠક જીતવા માટે મુશ્કેલી ચોક્કસ થઇ શકે છે. કારણકે એનસીપીના નેતા કાંધલ જાડેજા બીજેપીને મત આપવાનું નક્કી કર્યું હોય તેવું ચર્ચાઈ રહ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.