ETV Bharat / state

રાજ્ય સરકાર કોરોના સામે લડવા 60,000 કિલો આયુર્વેદિક દવાનું વિતરણ કરશે - કોરોના વાઈરસની બીજી લહેર

રાજ્યમાં કોરોના મહામારીની સ્થિતિ અંગે રાજ્ય સરકાર કામ કરી રહી છે. હાલમાં જ મુખ્યપ્રધાન વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને કોર કમિટીની બેઠક યોજાઈ હતી, જેમાં હોમિયોપેથિક દવા ઔષધીઓનું રાજ્યવ્યાપી વિતરણ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. કોરોના મહામારી સામેની લડાઈમાં રાજ્યના નાગરિકોની રોગપ્રતિકારક શક્તિ વધારવા મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ આરોગ્ય વિભાગ અને આયુષ આયુર્વેદ વિભાગને વ્યાપક ઉપાયો અને પગલાં માટે પ્રેરિત કર્યા છે. નાગરિકોની રોગપ્રતિકારક શક્તિ વધારવા 60 હજાર કિલોગ્રામ આયુર્વેદિક દવા, 10 લાખ ડોઝ હોમિયોપેથિક દવા ઔષધિઓનું વિતરણ કરવામાં આવશે.

રાજ્ય સરકાર કોરોના સામે લડવા 60,000 કિલો આયુર્વેદિક દવાનું વિતરણ કરશે

author img

By

Published : Apr 27, 2021, 2:20 PM IST

  • મુખ્યપ્રધાન વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં નિર્ણય લેવાયો
  • રાજ્યભરમાં 10 લાખ ડોઝ હોમિયોપેથિક દવા ઔષધીનું વિતરણ કરવામાં આવશે
  • આયુર્વેદ-હોમિયોપેથી ઔષધીના ઉપયોગથી કોરોના સામેની લડાઈ જીતવાની મુખ્યપ્રધાને પ્રતિબદ્ધતા દર્શાવી

અમદાવાદ: રાજ્યમાં વધી રહેલા કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખી મુખ્યપ્રધાનની અધ્યક્ષસ્થાને કોર કમિટીની બેઠક યોજાઈ હતી, જેમાં આયુર્વેદિક વસ્તુઓનું વિતરણ કરવાનો નિર્ણય લેવામાં આવે છે. મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ રાજ્યમાં 60,000 કિલો આયુર્વેદિક દવાઓ તેમજ 10 લાખ ડોઝ હોમિયોપેથી ઔષધી-દવાઓના ઓર્ડર આપીને આ દવાઓનું રાજ્યવ્યાપી વિતરણ કરવાનો નિર્ણય કર્યો છે. આ સાથે જ કોર કમિટીની બેઠકમાં વિજય રૂપાણીએ આ ઔષધીઓ મેળવવા આયુષ અને આરોગ્ય તંત્રને સૂચનાઓ આપી છે. આ દવાઓ મેળવવા માટેના ઓર્ડર પણ આયુષ વિભાગે આપ્યા છે.

આ પણ વાંચોઃ કેન્દ્રીય આરોગ્ય પ્રધાન હર્ષ વર્ધન દ્વારા આયુર્વેદિક-યોગા આધારિત પ્રોટોકોલ જાહેર

રાજ્ય સરકાર કેન્દ્ર સરકાર પાસેથી 10 લાખ ડોઝ મેળવશે

મુખ્યપ્રધાને કોરોના સંક્રમણની આ બીજી લહેરમાં પણ આયુર્વેદ-હોમિયોપેથી ઔષધીઓના ઉપયોગથી કોરોના સામેની લડાઈ જીતવાની પ્રતિબદ્ધતા દર્શાવી છે. 33 જિલ્લાઓ માટે 29,700 કિલો અમૃત પેય ઉકાળાનો જથ્થો, સંશમની વટીનો 30,000 કિલો જથ્થો તેમજ ઓર્સેનિક આલબમ 30ના કુલ 10 લાખ ડોઝ રાજ્ય સરકાર વિવિધ સંસ્થાઓ-સંગઠનો-કેન્દ્ર સરકાર પાસેથી મેળવશે.

આ પણ વાંચોઃ મહિસાગર જિલ્લામાં આયુર્વેદ ઉકાળા, સંશમની વટી, આર્સેનિક આલ્બમ-30નું વિતરણ કરવામાં આવ્યું

ઈમ્યુનિટી વધારવા આયુર્વેદિક દવાનો વપરાશ વધ્યો

આયુર્વેદ દવાઓની વિતરણ વ્યવસ્થા પણ જિલ્લા-તાલુકા અને ગ્રામીણ સ્તર સુધી સુદ્રઢ બનાવવા મુખ્યપ્રધાને માર્ગદર્શન આપ્યું હતું. તે મુજબ તલાટીઓ, સરપંચો, આશાવર્કર બહેનો અને સેવા સંસ્થાઓ મારફતે તેનું વિતરણ જન-જન સુધી કરવાની વ્યૂહ રચના ઘડવામાં આવી છે. કોરોનાથી સંક્રમિત દર્દીઓને સારવાર ઉપરાંત તેમનામાં રોગપ્રતિકારક શક્તિ વધારવાની બાબતને પણ વિશ્વસ્તરે સ્વીકૃતિ મળી છે ત્યારે માનવ શરીરમાં ઈમ્યુનિટી બૂસ્ટ કરતી આયુર્વેદિક દવાઓનો વપરાશ વધ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.