ETV Bharat / state

Fire Safety Act : રાજ્ય સરકારે ફાયર NOC અંગે HCમાં રજૂ કર્યો જવાબ - Government Reply in HC Regarding NOC

અમદાવાદ, જામનગર, સુરતમાં હોસ્પિટલ, શાળાઓ, બહુમાળી ઈમારતો પાસે ફાયર NOC ન હોવા મુદ્દે હાઈકોર્ટના આદેશ બાદ સરકારે જવાબ (Government Reply in HC Regarding NOC) રજૂ કર્યા હતા. જાણો સરકારે હાઇકોર્ટમાં શું જવાબ આપ્યો.

Fire Safety Act : રાજ્ય સરકારે ફાયર સેફ્ટી NOCને લઈને હાઇકોર્ટમાં જવાબ રજુ કર્યા

author img

By

Published : Mar 11, 2022, 10:01 AM IST

અમદાવાદ : રાજ્યની હોસ્પિટલ, શાળાઓ, બહુમાળી ઈમારતો પાસે ફાયર સેફટી હેઠળ NOC નહીં હોવા મુદ્દે થયેલી જાહેર હિત અરજી. તેમજ બીયુ મંજૂરી ના હોવા મુદ્દે થયેલી અરજીમાં હાઈકોર્ટના આદેશ બાદ રાજ્ય સરકારે (Government Reply in HC Regarding NOC) પોતાનો જવાબ રજૂ કર્યા હતા.

ફાયર સેફટીની અમલવારી મામલે સોગંદનામું

રાજ્ય સરકારના જવાબ મુજબ, રાજ્યમાં ફાયર સેફટીની (Fire Safety Implementation Issue) અમલવારી મામલે સરકાર દ્વારા સોગંદનામું રજૂ કરવામાં આવ્યું છે. જેમાં રાજ્યમાં હાલ 77 શાળા અને 53 હોસ્પિટલ ફાયર NOC વિનાની છે. તો 77 શાળા પૈકી 69 શાળા સીલ કરવામાં આવી બાકીની બંધ થઈ ચુકી છે. તો 53 પૈકી 43 હોસ્પિટલ સીલ કરાઈ, 10 બંધ થઈ ગઈ છે.

આ પણ વાંચો- Fire Noc Renewal Ahmedabad: જીવનું જોખમ છતા 1386 રેસિડેન્ટ અને 454 કોમર્શિયલ બિલ્ડિંગમાં ફાયર NOC રીન્યુ નથી

બિલ્ડીંગની ફાયર NOC ઇસ્યુ કરી દેવામાં આવ્યા

અમદાવાદ શહેરની (Fire Safety NOC in Ahmedabad) વાત કરીએ તો, AMC ફાયર ઓફિસરે તેના જવાબ હાઇકોર્ટમાં રજૂ કર્યો હતો. આ સમગ્ર કાર્યવાહી દરમિયાન તેમણે જવાબ રજૂ કરતા જણાવ્યું હતું કે, AMC વિસ્તારમાં આવતી કુલ 10,278 બિલ્ડિગમાંથી 5 માર્ચ સુધીમાં કુલ 8,590 બિલ્ડીંગને ફાયર NOC ઈસ્યુ કરી દેવામાં આવ્યા છે. જ્યારે છેલ્લા એક માસમાં કુલ 102 બિલ્ડીંગને ફાયર NOC ઈસ્યુ કરાયેલા છે. 11 ફેબ્રુઆરી સુધીમાં કુલ 8,488 બિલ્ડીંગની ફાયર NOC ઇસ્યુ કર્યા હતા. આ ઉપરાંત AMCના વિસ્તારમાં કુલ 1,688 બિલ્ડીંગ પાસે માન્યતા પ્રાપ્ત ફાયર NOCનથી. જેમાં રહેણાંક બિલ્ડીંગ 1,240, રહેણાંક અને કોમર્શિયલ બિલ્ડીંગ 368, તમામ શાળા, હોસ્પિટલ અને મોલને ફાયર NOC ઈસ્યુ થઈ ચુક્યા છે.

સુરત મનપાનો હાઇકોર્ટમાં જવાબ

સુરત મહાનગર (Fire Safety NOC in Surat) પાલિકા વિસ્તારમાં 883 રહેણાંક અને બહુમાળી ઇમારતોમાં ફાયર સેફટી NOC છે. સુરતની 1310 હોટેલ રેસ્ટોરન્ટ તેમજ 563 શાળા-કોલેજમાં ફાયર સેફટી NOC સાથે સજજ છે. જ્યારે 879 ખાનગી હોસ્પિટલ, 5 સરકારી અને કોર્પોરેશન હસ્તગત હોસ્પિટલ પૈકી 3 પાસે જ ફાયર સેફટી NOC છે. તેમજ 9356 જિમ, હોલ, થિયેટર, ઓડિટોરિયમ, ધાર્મિક સ્થળો પૈકી પાસે, સેફ્ટી NOC છે. આમ, સુરતમાં કુલ મળી 13343 પૈકી 1339માં ફાયર સેફટી NOC નથી.

આ પણ વાંચો : Lake of Fire NOC in Jamnagar: હાઈકોર્ટની ઝાટકણી છતાં જામનગરની મેન્ટલ હોસ્પિટલ પાસે હજી સુધી ફાયર NOC નથી

જામનગર મનપાનો હાઇકોર્ટમાં જવાબ

જામનગર મનપા (Fire Safety NOC in Jamnagar) હદની 136 બિલ્ડીંગમાં ફાયર NOC ઈશ્યુ કરાઈ છે. જામનગરમાં 99 શાળાઓ પૈકી 98 શાળામાં ફાયર સેફટી NOC છે. આ સામે હાઇકોર્ટે કહ્યું કે, 112 માંથી 111 હોસ્પિટલમાં ફાયર સેફટી, 1 સરકારી મેન્ટલ હોસ્પિટલ પાસે નથી. તેને નોટિસ પાઠવી દર્દી (Fire Safety Act) દાખલ ન કરવા સૂચના અપાઈ છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.