અહીંના બાળકો કોઇ દીવડા માટે વાટ બનાવે છે તો કોઈ તેમાં મીણ પુરી તેના પર કલર કામ કરે છે. આ તમામ બાળકો દીવડાઓ તૈયાર કરી અન્યોના ઘરને રોશન કરવાના કાર્યમાં હળી-મળીને જોતરાયેલા રહે છે. આમ જોઈએ તો આ બાળકોની દુનિયા માત્ર આટલી જ છે તેમના સગા કહો કે સંબંધી કહો બધાં જ તેમના જેવા બાળકો છે એક રીતે જોઈએ તો તેમનું જીવન અંધકારથી ભરેલું છે. આમ, છતાં તેને અવગણીને આ બાળકો અન્યોના ઘરમાં પ્રકાશ પાથરવાનું કામ કરી રહ્યા છે.
બાળકો દ્વારા ઉત્સાહભેર માટીના રંગબેરંગી દીવડા તૈયાર થયા છે. માર્કેટમાં અવનવા ફેન્સી દીવડા મળતાં હોય છે. પરંતુ, હજુ પણ એવા કેટલાક લોકો છે. આ દિવ્યાંગ બાળકોએ બનાવેલ દીવડાઓ લેવાનું પસંદ કરતાં હોય છે જેના કારણે આ બાળકોના ઘરમાં પણ પ્રકાશ આવી શકે.