અમદાવાદ: OLX પર મોબાઈલ ફોન વેચવાની જાહેરાત આપી ખરીદનારા વ્યક્તિએ યુવકનો સંપર્ક કર્યો હતો. જે બાદ મોબાઈલ ફોન જોવો છે અને પૈસા લઈને આવું તેમ કહીને મોબાઈલ ફોન લઈને 2 ગઠિયાઓ ફરાર થઇ ગયા હતા અને પરત આવ્યા ન હતા. જે મામલે ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધવામાં આવી છે.
ઘીકાંટા વિસ્તારમાં રહેતા ભાવેશ પટેલ નામના યુવકે ફરિયાદ નોંધાવી છે કે, થોડા સમય અગાઉ 16,999 રૂપિયામાં એક મોબાઈલ ફોન ખરીદ્યો હતો.
જે બાદ ફોન ના ગમતો હોવાથી અને પૈસાની જરૂર હોવાથી ફોન OLX પર વેચવા માટે મૂક્યો હતો. જ્યાં ફોન ખરીદવા ઈચ્છતા અન્ય યુવકે ભાવેશનો સંપર્ક કર્યો હતો અને જમાલપુર મળવા બોલાવ્યો હતો.
ભાવેશ જમાલપુર ગયો ત્યાં તેને 2 શખ્સો મળ્યા હતા. બનેન શખ્સો સાથે ભાવેશે મોબાઈલ 16,400માં વેચવાનું નક્કી કર્યું હતું.
જે બાદ બંને શખ્સોએ ફોન જોવા માંગ્યો અને પૈસા લઈને આવે છે તેમ કહીને ફોન લઈને જતા રહ્યા હતા. જે બાદ તેઓ પાછા ના આવ્યા હતા. જે અંગે ભાવેશને જા જાણ થઇ હતી કે તેની સાથે છેતરપીંડી થઇ છે. જે મામલે ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી હતી.પોલીસે ફરિયાદના આધારે તપાસ શરુ કરી છે.