ETV Bharat / state

2 જૂન, વર્ષની 24 એકાદશીઓમાં સૌથી વધુ પુણ્યશાળી નિર્જળા એકાદશી...

author img

By

Published : Jun 2, 2020, 12:03 AM IST

જેઠ સુદ અગિયારશ એટલે નિર્જળા એકાદશી. હિન્દુ તિથિ પ્રમાણે એક વર્ષમાં 24 એકાદશી આવે છે. એકાદશીનું પર્વ ભગવાન વિષ્ણુ સાથે જોડાયેલો છે. આ પર્વની પુરાણોમાં જણાવેલા ઐતિહાસિકતા પ્રમાણે તેને 'ભીમ અગિયારસ' પણ કહે છે.

2 જૂને, વર્ષની 24 એકદશીઓમાં સૌથી વધુ પુણ્યશાળી નિર્જળા એકાદશી

અમદાવાદઃ જ્યારે મહાભારત કાળમાં ઋષિ વેદવ્યાસ પાસે એકાદશીનું જ્ઞાન પ્રાપ્ત કરવા પાંચ પાંડવો પહોંચ્યા ત્યારે ઋષિએ તેમને વર્ષની તમામ એકાદશીએ ઉપવાસ કરી ભગવાન વિષ્ણુની ઉપાસના કરવા જણાવ્યું. પાંડવોમાંભીમસેને ઋષિને જણાવ્યું કે, તેઓ એક ક્ષણ પણ ભૂખ્યા રહી શકતા નથી, તો તેમને એકાદશીનું પુણ્ય કેવી રીતે મળે? તેના જવાબમાં ઋષિએ કહ્યું કે, ચોવીસ એકાદશીઓમાંથી એક જેઠ સુદ અગિયારસની એકાદશી નિર્જળા એકાદશી તરીકે પાળવી. એટલે કે આ દિવસે પાણી પણ ગ્રહણ કરવું નહીં અને કઠોર ઉપવાસ કરવો. આમ કરવાથી વર્ષની તમામ ચોવીસ એકાદશીઓ કરવા જેટલું પુણ્ય પ્રાપ્ત થાય છે અને આ જન્મમાં કરેલા તમામ પાપોનો નાશ થાય છે, તેમજ ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત થાય છે.

ઉલ્લેખનીય છે કે, ભારતીય ઉપખંડમાં આ સમયગાળાની શરૂઆત સાથે વ્રતો અને પર્વો પણ શરૂ થઈ જાય છે. તેનો પણ એક આ સંકેત છે. બીજી તરફ કેટલાક દાર્શનિકો માને છે કે, ખરેખર આ વ્રત ઉજવવાનો મહિમા એક જ છે કે, જ્યારે ભારતીય ઉપખંડમાં જેઠ મહિનામાં બળબળતો તાપ પડતો હોય ત્યારે પોતાના શરીરને ઓછા પાણીએ અને ખોરાક વગર કેવી રીતે ચલાવવું તેનો બોધ મળે છે.

વર્ષની 24 એકદશીઓમાં સૌથી વધુ પુણ્યશાળી નિર્જળા એકાદશી

આ એકાદશી કેવી રીતે કરવી તે પ્રશ્ન પણ અનેક લોકોના મનમાં થતો હોય છે ! તો સામાન્ય રીતે વહેલી સવારે ઊઠીને સ્નાન કરીને ભગવાન સૂર્યનારાયણને જળ અર્પણ કરવું. ભગવાન વિષ્ણુની સાથે માતા લક્ષ્મીની સેવા-પૂજા કરવી. તુલસીનું પર્ણ ભગવાન વિષ્ણુને અર્પણ કરવુ. સ્વચ્છ વસ્ત્રો ધારણ કરીને વિષ્ણુ સહસ્ત્રનામ જપવા અને ઉપવાસ રાખીને ભગવાન વિષ્ણુનું ધ્યાન કરવું.

હેમીલ લાઠીયા, જયોતિષ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.