અમદાવાદઃ હવામાન વિભાગ દ્વારા આગામી 3 દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છ, જૂનાગઢમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ નવસારી, વલસાડ, દીવ, દમણમાં પણ ભારે વરસાદ થઈ શકે છે. આ બાબતે હવામાન વિભાગે આગાહી કરી છે.
- સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી
- દાદરા નગર હવેલી, દમણ, ડાંગ અને નવસારીમાં ભારે વરસાદની આગાહી
- ભાવનગર, અમરેલી, પોરબંદરમાં ભારે થાય તેવી વરસાદ શક્યતા
- સૌરાષ્ટ્ર અને કચ્છમાં અત્યાર સુધી વરસાદ પુરતા પ્રમાણમાં વરસાદ થયો
- અન્ય ભાગમાં હજૂ પણ વરસાદની જરૂરિયાત
- બે દિવસ બાદ વરસાદનું પ્રમાણ ઓછું થાય તેવી શક્યતાઓ
- રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ સિઝનનો 35 ટકા વરસાદ
આ ઉપરાંત દાદરા નગર હવેલી, સુરત, ડાંગમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તાપીમાં પણ ભારે વરસાદ થાય તેવી શક્યતા છે. અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાં ભારે વરસાદ થઇ શકે છે.
આગામી 3 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. જ્યારે મધ્ય ગુજરાત અને અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.