- કોરોનાની ચેઈન તોડવા વેપારીઓ દ્વારા 30 એપ્રિલ સુધી બપોરે ત્રણ વાગ્યા પછી બજાર બંધ
- શનિ-રવિવારે આવશ્યક ચીજવસ્તુ સિવાય દુકાનો બંધ
- વ્યાપારીઓ દ્વારા સ્વૈચ્છિક લોકડાઉનને લોકોએ આવકાર્યું
અમદાવાદઃ સમગ્ર દેશમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે, ત્યારે કોરોનાના સંક્રમણની ચેઈન તોડવા સ્થાનિક વેપારીઓ દ્વારા 30 એપ્રિલ સુધી બપોરના ત્રણ વાગ્યા પછી બજારો બંધ રાખવામાં આવશે. તેમજ શનિવાર-રવિવારે આવશ્યક ચીજવસ્તુ સિવાય બે દિવસ સંપૂર્ણ લોકડાઉન રાખવામાં આવ્યું હતું.
આ પણ વાંચોઃ જામનગરના ઔદ્યોગિક વસાહતોમાં ત્રણ દિવસ સુધી સ્વૈચ્છિક લોકડાઉનનો કરાયો નિર્ણય
શનિ-રવિ બજારો બંધ રહેશે
વિરમગામમાં વેપારી દ્વારા સ્વૈચ્છિક લોકડાઉનનો અમલ કરવામાં આવી રહ્યો છે. 30 એપ્રિલ સુધી બપોરના ત્રણ વાગ્યા પછી બજારો બંધ રહેશે. શનિવારે-રવિવારે આવશ્યક ચીજવસ્તુ સિવાયની વિરમગામમાં તમામ દુકાનો બંધ રાખવામાં આવી હતી. કોરોનાની ચેઈન તોડવા લોકો આ નિર્ણયને આવકારી રહ્યા છે અને સહકાર આપી રહ્યા છે.
વિરમગામના વેપારીઓનો નિર્ણય અન્ય ગામ માટે પ્રેરણારૂપ
30 એપ્રિલ સુધી બપોરના ત્રણ વાગ્યા પછી તમામ વેપારીઓએ પોતાના વેપાર-રોજગાર બંધ રાખી સ્વૈચ્છિક લોકડાઉનનું પાલન કર્યું છે. શનિવારે અને રવિવારે આવશ્યક ચીજવસ્તુ સિવાય સંપૂર્ણ ધંધા-રોજગાર બંધ રાખવામાં આવ્યા હતા. કોરોનાની ચેઈન તોડવા માટે લીધેલું પગલું અન્ય ગામો અને લોકો માટે ઉદાહરણ બની રહ્યું છે.
આ પણ વાંચોઃ હિંમતનગરમાં સંપૂર્ણ સ્વૈચ્છિક લોકડાઉન, બજારો સ્વયંભૂ બંધ રહ્યા
વિરમગામ વેપારીઓનો સ્વૈચ્છિક નિર્ણય
કોરોનાની ચેઈન તોડવા માટે 30 એપ્રિલ સુધી બપોરના ત્રણ વાગ્યા પછી સંપૂર્ણ ધંધા-રોજગાર બંધ અને શનિ અને રવિવારે આવશ્યક ચીજવસ્તુ સિવાય ધંધા-રોજગાર બંધ રાખવા વિરમગામ વેપારીઓએ સ્વૈચ્છિક નિર્ણય કર્યો છે.