અમદાવાદ: અમદાવાદમાં રહેતી એક યુવતીએ ડેમોક્રેસી ડોટ ઈન નામની વેબસાઈટ પર ક્રાઉડ ફન્ડિંગના નામે રૂ. 500 આપ્યા હતા. જેમાં તેને પોતાના દ્વારા આપવામાં આવેલા રૂપિયાનો દૂર ઉપયોગ થતો હોવાની બાબત ધ્યાને આવતા તેણે પરિવારને જાણ કરી હતી અને તેના પતિએ આ મામલે અમદાવાદ શહેર સાયબર ક્રાઇમમાં 28 ડિસેમ્બર 2022 ના રોજ ફરિયાદ નોંધાવી હતી. જેમાં સાયબર ક્રાઇમે IPC ની 406, 420, 465, 467, 468, 471 અને 120 B, તેમજ આઇટી એક્ટ 66 સી અને 66 બી મુજબ ગુનો દાખલ કર્યો હતો. સાયબર ક્રાઈમે તપાસ કરતા એક બાદ એક તાર જોડાતા સાંકેત ગોખલે આ ગુનામાં સંડોવાયેલો હોવાનું ખોલ્યું હતું. TMC leader crowd funding money spent entertainment
આ પણ વાંચો: માછલી પકડવાની નાયલોન દોરીને ચાઈનીઝ દોરીનું નામ આપ્યુ
અમદાવાદ સાયબર ક્રાઈમે ફરી એકવાર દિલ્હીથી TMC ના મુખ્ય પ્રવક્તા સાકેત ગોખલેની ધરપકડ કરી હતી અને 4 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા અને જે બાદ વધુ એક દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. રિમાન્ડ દરમિયાન સાંકેત ગોખલેની તપાસમાં મોટા ખુલાસા થયા છે. સાકેત ગોખલે એ ડેમોક્રેસી ડોટ ઈન નામની વેબસાઈટ પરથી આવેલા રૂપિયા પોતાના અંગત ખાતામાં ટ્રાન્સફર કરાવ્યા હતા.જેમાં 79 લાખ જેટલા રૂપિયા મેળવી કરી મોજશોખ પુરા કર્યા હતા. જેમાં તેણે વિમાનમાં મુસાફરી, દારુ, હોટલમાં રોકાણ અને ક્રેડીટ કાર્ડના બીલ સહિતનો ખર્ચ કર્યો હોવાનું સામે આવ્યું છે.
આ પણ વાંચો: સિરીઝ પર કબ્જો મેળવ્યા બાદ ટીમ ઇન્ડિયાએ હોટલમાં કર્યું સેલિબ્રેશન
સાકેત ગોખલેએ આ વેબસાઈટ થકી સરકારની નિતીના વિરોધ માટે લોકો પાસેથી પૈસા લીધા હોવાનું ખુલ્યું છે. અને તે રૂપિયાનો અંગત હેતુ માટે ઉપયોગ કરવામાં આવ્યો હોવાનો ખુલાસો થયો છે. આ સમગ્ર મામલે અમદાવાદ સાયબર ક્રાઇમ એ સાંકેત ગોખલેને રિમાન્ડ પૂર્ણ થતા કોર્ટમાં રજૂ કરી જેલ હવાલે કરી આગળની તજવીજ શરૂ કરી છે.