આમદાવાદઃ હાઇકોર્ટના રજીસ્ટ્રી દ્વારા ફરિયાદ કરવામાં આવી છે કે, વકીલો ખૂબ જ લાંબા અને વારંવાર એક જ પ્રકારના ઈ-મેલ કરે છે. જેને ધ્યાનમાં રાખીને જસ્ટિસ બેલા ત્રિવેદીએ વકીલોને આ મુદ્દે ચેતવ્યાં હતા.
હાઇકોર્ટે વકીલોને ઇ-ફાઈલિંગને લઈને જે નિયમો બહાર પાડવામાં આવ્યા છે. તેને ચુસ્તપણે અમલ કરવાનો આદેશ કર્યો છે. હાઇકોર્ટમાં શીપની સુનાવણી દરમિયાન પ્રતિવાદીએ 200 પાનાનો ઈ-મેલ થકી રજૂ કરતા રજિસ્ટ્રારે આ બાબતની નોંધ લીધી હતી જ્યરબાદ ફરિયાદ કરી હતી કે, વકીલો ત્રણ થી ચારવાર આ સોગંદનામાં રજૂ કરે છે.
હાઇકોર્ટે વકીલોને 22મી માર્ચના પરિપત્રને વકીલોને યાદ રાખવાની સૂચના આપવામાં આવી હતી. હાઇકોર્ટે માર્ગદર્શન પ્રમાણે વકીલોને વર્તવાનો આદેશ કર્યો હતો.