અમદાવાદ: સુરત શહેરની ઓમ નગર સોસાયટીમાં CAA, NRC અને NPRના વિરોધમાં જાહેર કાર્યક્રમ ખાનગી સ્થળ પર યોજવા મુદ્દે દાખલ કરાયેલી અરજી પર સરકારી વકીલ તરફે રજૂઆત કરવામાં આવી હતી કે, 29મી જાન્યુઆરીના રોજ થયેલી હિંસામાં આ પોલીસ સ્ટેશન વિસ્તારમાં 200 લોકો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આવી પરિસ્થિતિ વચ્ચે જાહેર કાર્યક્રમ ની પરવાનગી આપી શકાય નહીં.
જે વાતને કોર્ટે માન્ય રાખી હતી. હાઇકોર્ટમાં દાખલ કરેલી રિટમાં અરજદાર દ્વારા રજૂઆત કરવામાં આવી છે કે, ઓમનગર સોસાયટી ખાનગી સ્થળ હોવા છતાં પોલીસ પાસેથી પરવાનગી માંગવામાં આવી હતી, પરંતુ પોલીસે 2 વખત તેમની અરજી ફગાવી દેતા હાઇકોર્ટમાં રિટ દાખલ કરી હતી. 28મી અને 29મી જાન્યુઆરીના રોજ વિરોધ પ્રદર્શન માટે પોલીસે પરવાનગી ન આપતા હાઇકોર્ટે સ્થાનિક લીંબયત પોલીસ સ્ટેશનને નોટિસ પાઠવીને ખુલાસો માંગ્યો છે.