અમદાવાદઃ ગુજરાત હાઇકોર્ટે ત્રણ મહિનાના દરમિયાન વીડિયો કોન્ફરન્સિંગ મારફતે કરવામાં આવેલી સુનાવણીનો રિપોર્ટ રજૂ કરતા જણાવ્યું હતું કે, 99 દિવસના સમયગાળામાં 87 સુનાવણી હાથ ધરવામાં આવી છે. જેમાં 13,339 આદેશ અને 320 ચુકાદા આપ્યા હોવાનું સામે આવ્યું છે.
હાઈકોર્ટે આ સમય દરમિયાન 7367 અરજીનો નિકાલ કર્યો છે. 24મી માર્ચથી 30મી જૂન સુધીના સમયગાળામાં હાઇકોર્ટમાં 8138 અરજીઓ ફાઇલ કરવામાં આવી છે. હાઇકોર્ટના ચીફ જસ્ટિસના આદેશથી આ સમગ્ર કામગીરી હાથ ધરવામાં આવી હતી. સ્ટેનોગ્રાફરને જસ્ટિસના ઘરે બોલાવવા આવતા હતા અથવા વીડિયો કોફરેન્સથી જોડવામાં આવતા હતા. વીડિયો કોન્ફરન્સિંગ 87 દિવસ સુનાવણી હાથ ધરવામાં આવી હતી.
ગત્ત શનિવારે હાઇકોર્ટના વધુ કર્મીઓ કોરોના પોઝિટિવ આવતા હાઈકોર્ટે રવિવારે તમામ કર્મચારીઓને હાજર રહી કોરોના ટેસ્ટ કરાવવાનો આદેશ કર્યો હતો. સોમવારથી ગુજરાત હાઇકોર્ટ રાબેતા મુજબ સુનાવણી હાથ ધરશે.