અમદાવાદ : રાહુલ ગાંધી સામે મોદી સરનેમને લઇને માનહાનિનો કેસ દાખલ કરવામાં આવ્યો છે. જેમાં સુરત સેશન્સ કોર્ટે રાહુલ ગાંધીને બે વર્ષની સજા ફરમાવી છે. આ સજા ઉપર સ્ટે મેળવવા માટે રાહુલ ગાંધીએ ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરી છે. જેમાં શનિવારે આ અરજી પર સુનાવણી હાથ ધરાઈ હતી. સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ એડવોકેટ અભિષેક મનુ સિંઘવીએ રાહુલ ગાંધી તરફથી દલીલો કરી હતી. જ્યારે પુર્ણેશ મોદી તરફથી એડવોકેટ નાણાવટીએ પક્ષ મૂક્યો હતો.
મંગળવારએ સુનાવણી હાથ ધરાશે : હેમંત પ્રચ્છકની 41 નંબરની કોર્ટમાં લગભગ પોણા ત્રણ કલાક જેટલી આ આ કેસની દલીલો ચાલી હતી .જેમાં સિંઘવી તરફથી વિવિધ પ્રકારના સુપ્રીમ કોર્ટના ચુકાદા નો ઉલ્લેખ કર્યો હતો. ખાસ કરીને અભિષેક મનુ સિંઘવી તરફથી પુર્ણેશ મોદીએ સુરતની મેજિસ્ટ્રેટ કોર્ટમાં જે નિવેદનો આપ્યા હતા તે નિવેદનોને ધ્યાનમાં રાખીને મુખ્યત્વે કુલ છ બાબતો કોર્ટ સમક્ષ રજુ કરી હતી.
- વોટ્સએપ ચેટીંગના આધારે ગુનો ન બને
- પેઈન ડ્રાઈવ રજૂ કરાઈ હતી એનો ફરિયાદમાં ઉલ્લેખ નથી
- રેકોર્ડિંગને સમર્થન માટે 65-B સર્ટિફિકેટ પણ નથી
- CD રજૂ કરાઈ તેની પણ રોચક કહાની છે, 2019થી 2021 સુધી સીડીનો કોઈ ઉલ્લેખ નહોતો, ૨૦૨૧માં અચાનક સીડી રજૂ કરાઈ
- અમુક વ્યક્તિ કે જેમણે પોતાને પૂર્ણેશ મોદીની નજીકના અને ભાજપના કાર્યકર્તા ગણાવ્યા હતા, જેનું નામ ફરિયાદમાં પણ નથી અને 2 વર્ષ પછી પ્રગટ થયા છે
- ફરિયાદ બાદ કોઈ પુરાવા અંગે કોઈ જ તપાસ ન થઈ
રાહુલ ગાંધીને રાહત થશે કે નહિ ? સમગ્ર બાબતોને ધ્યાનમાં રાખીને કોર્ટ આગામી સુનાવણી મંગળવારે હાથ ધરશે. જેની વધુ સુનાવણી થશે તેમાં રાહુલ ગાંધી તરફથી તેમજ પૂર્ણેશ મોદી તરફથી પણ અલગ વાતો કરવામાં આવશે. આ ચુકાદા ઉપર સૌ કોઈની નજર છે. રાહુલ ગાંધીની મુશ્કેલીમાં વધારો થશે કે પછી તેમને સજામાં રાહત મળશે, તે જોવાનું રહ્યું.