શિયાળાની ઋતુને ધ્યાનમાં રાખીને અમદાવાદના જાણીતા આયુર્વેદ કન્સલ્ટન્ટ અને હેલ્થ કેર સ્પીકર ડૉ. ભવદીપ ગણાત્રા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, આયુર્વેદિક શેશન 3માં અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન ખાતે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે.
જેના વિશે વધુ માહિતી આપતાં ડૉ. ભાવદીપ ગણાત્રા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, આયુર્વેદ દ્વારા દરેક રોગ જડમૂળથી નિકાલ કરવામાં આવતો હોય છે પણ તેમાં ચોક્કસપણે યોગ્ય ફૂડની કાળજી લેવી ખૂબ જરૂરી હોય છે. આજના સમયમાં યુવાનો જ્યારે સતત જંકફૂડ તરફ વળી રહ્યા છે અને ખુબ જ નાની ઉંમરે રોગોનો સામનો કરતા હોય છે.
તે સમયે પોતાની સંભાળ કેવી રીતે રાખવી? કયો ખોરાક તેઓ માટે યોગ્ય છે અને કાચા ખોરાક ખાવાથી ડાયાબિટીસ અને મેદસ્વીતાથી બચી શકાય છે? તેવા મહત્વપૂર્ણ વિષય પર ચર્ચા કરવામાં આવી હતી.