- AMCની સામાન્ય સભામાં કૉંગ્રેસનો વિરોધ
- એક બાદ એક મુદ્દાઓને લઈ સત્તાપક્ષને ઘેરવાનો પ્રયાસ
- શહેરમાં રખડતા ઢોર મુદ્દે કૉંગ્રેસે સભામાં કર્યા સૂત્રોચ્ચાર
અમદાવાદઃ શહેરમાં રખડતા ઢોરનો આતંક છવાયેલો છે. અહીં રોડ પર ઢોર અડીંગો જમાવીને બેસેલા હોય છે.આ ઢોરને ગમે ત્યારે પકડી લેવામાં આવે છે અને છોડી દેવામાં આવે છે. તો કેટલાંક માનીતા માલિકોના પ્રાણીઓ ને પકડવા આવતા નથી ત્યારે તાજેતરમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં (Ahmedabad Municipal Corporation)ઢોર વિભાગમાં ફરજ બજાવતા પીઆઈ એફ.એમ કુરેશી( F. M. Qureshi)લાંચ લેતા પકડાયા હતા.
કૉંગ્રેસ કોર્પોરેટરના નિવેદન બાદ હોબાળો
આ મળેલી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સામાન્ય સભામાં વિપક્ષે મુદ્દો ઉઠાવતા ભારે હંગામો મચી ગયો હતો. પૂર્વ વિપક્ષના નેતા કમળાબેન ચાવડાએ આક્ષેપ કરતાં કહ્યું હતું કે હપ્તા કમલમ સુધી જઈ રહ્યા છે. કૉંગ્રેસ કોર્પોરેટરના(Congress Corporator) નિવેદન બાદ સભામાં હોબાળો જોવા મળ્યો હતો અને ભાજપ કાર્યાલય શબ્દ પરત ખેંચવા ભાજપના કોર્પોરેટરોએ માંગ ઉઠાવી હતીં
એક બાદ એક મુદ્દો પર શાસક પક્ષને ઘેરવાનો કર્યો પ્રયાસ
રખડતા ઢોર હાલ રાજ્યના તમામ મહાનગર અને શહેરો માટે મોટો પ્રશ્ન બની ગયો છે. કારણકે રખડતા ઢોરના કારણે અનેક રોડ રસ્તા પર અકસ્માત થઈ રહ્યા છે અનેક લોકોએ ચાલુ વર્ષે જીવ પણ ગુમાવ્યા છે. હવે આ મામલે મહાનગરપાલિકાઓમાં ચર્ચા શરૂ થઈ ચૂકી છે. ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સામાન્ય સભા દરમિયાન હોબાળો મચી ગયો હતો કૉંગ્રેસે એક બાદ એક મુદ્દાઓને લઈને સત્તા પક્ષને ઘેરવાનો પ્રયાસ કર્યા હતા તો રખડતા ઢોર મુદ્દે કોંગ્રેસે સૂત્રોચ્ચાર પણ કર્યા હતા. આ દરમિયાન કૉંગ્રેસના કાઉન્સીલરોએ ભાજપ પર આક્ષેપો પણ લગાવ્યા હતા.
રખડતા ઢોરનો ભોગ બની રહ્યા છે સામન્ય લોકો
અમદાવાદ શહેરને રખડતા પશુઓના ત્રાસમાંથી મુક્ત કરવા માટે અમદાવાદ મહાનગરપાલિકાના સત્તાધીશો અને થોડા દિવસ અગાઉ પ્રદેશ ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલે હાકલ કરી હતી જોકે સ્થિતિ જેમની તેમ જોવા મળી રહી છે. અમદાવાદ મહાનગરપાલિકાની હદમાં જાહેર માર્ગો પર પશુઓ રખડતા જોવા મળે છે. જેની સામે સી એન સી ડી વિભાગ પગલાં ભરવામાં નિષ્ફળ સાબિત થઇ રહ્યું છે. ત્યારે સી એન સી ડી વિભાગના અધિકારીઓ અને ઢોર માલિકીની મિલીભગતના પરિણામે અમદાવાદ શહેરને ત્રાસમાંથી મુક્તિ જ મળતી નથી માત્ર શાસકો મોટી મોટી વાતો કરીને છટકી જાય છે. જેના પરિણામે નિર્દોષ વાહનચાલકો અને રાહદારીઓ રખડતાં પશુઓના કારણે અકસ્માતનો ભોગ બની રહ્યા છે.
આ પણ વાંંચોઃ રાજ્યમાં વધી રહ્યું છે કોરોના સંક્રમણ, છેલ્લા 24 કલાકમાં નોંધાયા 30 પોઝિટિવ કેસ
આ પણ વાંંચોઃ બુલેટ ટ્રેન માટે લોકોને વિસ્થાપિત કરવા મામલે સુનાવણી, હાઈકોર્ટમાં સરકારે આપ્યો જવાબ