સુપ્રિમ કોર્ટનાં ચુકાદા અને કાયદાઓનું ઝીણવટભર્યું મૂલ્યાંકન કરતા હાઈકોર્ટે બેંક.ઓફ.બરોડા અને લોન ડિફોલ્ટરની સંપત્તિની હરાજી કરીને બાકી નાણાં રીકવર કરવાનો હુકમ કર્યો છે. જ્યારે તે રાજ્ય સરકારને આ બાબતમાં કાયદાકીય રીતે કોઈ અગ્રતા ન મળે એવું ઠેરવ્યું છે.. આ ઉપરાંત હાઈકોર્ટે રિકવરી બાદ જે રકમ મળે તેને અલગથી ખાતુ બનાવીને રાખવાની કોઈ જરૂર ન હોવાનું અને બેંક નીતિ-નિયમો પ્રમાણે નાણાનો ઉપયોગ કરી શકે તેમ ઠારવી રિટનો નિકાલ કર્યો હતો.
આ મુદ્દે બેંક વતી વકીલ ભરત રાવે રજુઆત કરી હતી કે 3જી મે 2016ના રોજ બેંકે વિવાદાસ્પદ ખાતાને NPA જાહેર કર્યો હતો અને 2જી સપ્ટેમ્બર 2016 ના રોજ લોન સાથે સંકળાયેલી મિલ્કત પણ બેંક દ્વારા ટાંચમાં લેવામાં આવી હતી. વાર્ષિક વર્ષ 2012 - 13 માટે VATના કાયદાને લગતો ઓર્ડર રાજ્ય સરકાર દ્વારા માર્ચ 2017 માં આપવામાં આવ્યો હતો. વાર્ષિક હિસાબનું આંકલન ન કરવામાં આવે અને ચૂકવવાપાત્ર રકમ જાહેર કરવામાં આવે ત્યારબાદ જ VATના કાયદાની કલમ 48 લાગુ પડી શકે છે.
વેટના કાયદા પ્રમાણે કોઇપણ વેપારી જે વ્યક્તિ ટેક્સ, વ્યાજ, પેનલ્ટી સહિતની વસ્તુઓ ત્યારે જ ભરવાપાત્ર બને છે જ્યારે સંબંધિત વિભાગ દ્વારા તેનું યોગ્ય આંકલન કરીને ભરવા પાત્ર રકમ રજૂ કરવામાં આવે છે.