અમદાવાદ : કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે પણ આ અંગે નોંધ લીધી હતી અને ટ્વિટ કરી જણાવ્યું હતું. આ આગના બનાવ અંગે જાણ થતાં NDRF ની ટીમ પણ બનાવના સ્થળ પર મોકલવામાં આવી છે અને કલેકટર સાથે સંપર્ક કરી માહિતી મેળવી છે. જિલ્લા કલેકટર કે.કે.નિરાલા એ પણ આગના મામલે ટ્વિટ કરી જાણકારી આપી છે.
સાણંદ GIDC માં લાગેલ આગ 24 કલાક પછી પણ બેકાબુ બુધવારે સવારે 9 વાગે સાણંદ GIDC માં આવેલ યુનિચાર્મ કંપનીમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી. શરૂઆતમાં સાણંદ ,વિરમગામ,ધોળકા સહિતના આસપાસના ગામોમાંથી ફાયર બ્રિગેડની ગાડીઓ આગ પર કાબુ મેળવવા પહોંચી હતી. પરંતુ આગ વધુ ફેલાતા અમદાવાદની ગાડીઓ પણ આગ પર કાબુ મેળવવા પહોંચી હતી. ફાયર વિભાગ દ્વારા 30 લાખ લિટરથી વધુ પાણીનો મારો ચલાવવામાં આવ્યો છે.સાણંદ GIDC માં લાગેલ આગ 24 કલાક પછી પણ બેકાબુ ગઈકાલે આગ લાગતા 10-12કીમી દૂરથી આગના ધુમાડા દેખાઈ રહ્યા હતા. ત્યારે આ આગના 24 કલાક વીત્યા છતાં હજુ સુધી દૂર દૂર આગના ધુમાડા જોવા મળી રહ્યા છે. જે જગ્યાએ આગનો બનાવ બન્યો ત્યાં શેડના પતરા નમી જવાથી પાણીનો મારો યોગ્ય સ્થળે થઈ શકતો નથી. આ જ કારણે આગ પર કાબુ મેળવી શકાતો નથી.તેમ છતાં ફાયરની એક બાદ એક ગાડી કંપનીમાં આગ બુઝાવવા જઈ રહી છે.આગ લાગી ત્યારે કંપનીમાં કોઈ કર્મચારી કામ કરતો નહોતો ,જેથી કોઈ કર્મચારીને ઇજા પહોંચી નથી અને આગ દરમિયાન કોઈ જાનહાની થઈ નથી. પોલીસ દ્વારા પણ કંપનીમાં કોઈ વ્યક્તિને પ્રવેશ આપવામાં આવતો નથી. તેમજ FSL ની ટીમ દ્વારા પણ આગ લાગવાના મામલે તપાસ શરૂ કરવામાં આવી છે. હાલ ફાયર વિભાગ દ્વારા આગ પર કાબુ મેળવવાનો પ્રયત્ન ચાલુ છે.