- સંબંધોને લાંછન લગાવતો કિસ્સો સામે આવ્યો
- પિતરાઈ ભાઈએ બહેન સાથે શારીરિક અડપલાં કર્યા
- અમરાઈવાડી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી
અમદાવાદઃ મૂળ ઉત્તરપ્રદેશની અને હાલ અમરાઈ વાડીમાં રહેતી 22 વર્ષીય યુવતીને બે વર્ષની દીકરી છે અને તેનો પતિ પૂર્વ વિસ્તારમાં મોબાઈલ શોપનો વેપાર કરે છે. હાલમાં મહિલાનો પતિ વતન ગયો હતો. મહિલા બપોરે તેના ઘરે હાજર હતી ત્યારે તેના કઠવાડા ખાતે રહેતો પિતાના મામાનો દીકરો ઘરે આવ્યો હતો. જેમાં મહિલાના પિતરાઈ ભાઈએ આવીને આ મહિલાને જમવામાં શુ બનાવ્યું છે તેવું પૂછતાં તેણીએ રોટલી અને બટાકાનું શાક બનાવ્યું હોવાનું જણાવ્યું હતું. પિતરાઈ ભાઈએ મહિલાને જલ્દી ખાવાનું આપ નહિ તો તને ખાઈ જઈશ તેવું કહેતા મહિલાએ આવી મજાક મસ્તી(Ahmedabad molestation case) કરવાનીના પાડી હતી.
પિતરાઈ ભાઈએ મહિલાનો હાથ પકડી તેને ગાલ પર ચુંબન કર્યું હતું
મહિલાના પિતરાઈ ભાઈએ મહિલાનો હાથ પકડી તેને ગાલ પર ચુંબન(Crime of molestation of a woman in Ahmedabad) કર્યું હતું અને બાદમાં મહિલા ત્યાંથી નાસી જવાનો પ્રયાસ કરતા તેના પિતરાઈ ભાઈએ હાથ ખેંચી ધક્કો મારી પલંગ પર સુવાડી દીધી અને છાતી પર હાથ નાખી મારે આ દૂધ પીવું છે કહીને છેડતી(teasing case in ahmedabad) કરી હતી. બાદમાં મહિલાનો પિતરાઈ ભાઈ ત્યાંથી નાસી જતા મહિલાએ તેના પરિવારજનો અને પતિને ફોન પર આ ઘટના જણાવતા પોલીસને જાણ કરી અને મહિલાએ કંટ્રોલરૂમમાં ફોન કરતા પોલીસને(crime in ahmedabad) ઘટના બાબતે જાણ કરી હતી અને બાદમાં અમરાઈ વાડી પોલીસે ગુનો(police in Ahmedabad) નોંધી આરોપીની શોધખોળ હાથ ધરી છે.
આ પણ વાંચોઃ ઘોર કળયુગ: સગા પિતાએ જ 14 વર્ષની પુત્રી ઉપર દુષ્કર્મ કરી 13 વર્ષીય પુત્રીની પણ છેડતી કરી
આ પણ વાંચોઃ ત્રણ વર્ષની બાળકીને લાલચ આપી રિક્ષાચાલકે શારીરિક અડપલાં કર્યા