ગુજરાત એટીએસ દ્વારા ધરપકડ કરાયેલા અશફાક શેખ અને મોઇનુદ્દીન પઠાણને કોર્ટમાં રજૂ કરાયા હતા. બંને આરોપીઓનાં 96 કલાકનાં ટ્રાન્ઝીટ રિમાન્ડ માંગ્યા હતાં. પરંતુ, કોર્ટે 72 કલાકનાં ટ્રાન્ઝીટ રિમાન્ડ આપ્યા છે. આ સમગ્ર કાર્યવાહી દરમિયાન ઉત્તરપ્રદેશ પોલીસના અધિકારીઓ પણ કોર્ટ રૂમમાં હાજર રહ્યા હતાં. જજ બી.જે. વાઘેલાએ બંને આરોપીઓને તેમનાં નામ અને ક્યાં રહેતા હતા તે પૂછતા અશફાકે પોતે અમદાવાદનો રહેવાસી હોવાનું જણાવ્યું હતું. એટીએસે બંને આરોપીઓ સુરતના વતની અને શામળાજી પાસેથી ધરપકડ કરાયા હોવાનું જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે હિન્દુવાદી નેતા કમલેશ તિવારીએ વર્ષ 2015માં ઇસ્લામ ધર્મના મહાન પયગંબર વિશે વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી. આથી તેમની ચપ્પુનાં ઘા અને ગોળીઓ મારીને હત્યા કરવામાં આવી હતી.
આ પણ વાંચો: કમલેશ તિવારી હત્યાકાંડમાં જૈમિન દવેએ શું કહ્યું? જૂઓ વીડિયો...