રાજ્ય સરકારે રજૂ કરેલા સોંગદનામાં રજૂઆત કરવામાં આવી હતી. જેમાં વીએસ હોસ્પિટલની આસપાસ આવેલી ઈમારતોને તોડવા અંગેની જાણકારી ન હોવાની દલીલ કરી હતી. અગામી મુદ્દતમાં નક્શા સાથે સોંગદનામું રજૂ કરવાની તૈયારી બતાવી હતી. અગાઉની સુનાવણીમાં હાઈકોર્ટે વીએસ હોસ્પિટલના ડોક્ટર્સ ચેમ્બર સિવાય કોઈપણ બાંધકામ તોડવા મુદે વચગાળાનો સ્ટે આપ્યો હતો.
અરજદાર દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે કોર્પોરેશન સરકાર મેડિકલ એજ્યુકેશન નામનો નવો ટ્રસ્ટ રચી વીએસ હોસ્પિટલને બંધ કરાવવા માગે છે. પહેલા ડોક્ટરોને નવા હોસ્પિટલમાં ટ્રાન્સર કરવામાં આવ્યા અને બાદમાં તમામને નવી હોસ્પિટલમાં લઈ જવાયા જેથી 90 વર્ષ જુની 1155 બેડ વાળી હોસ્પિટલને ખંઢેર બનાવી દીધી છે. જુની હોસ્પિટલમાં ડોક્ટરો અને નર્સો માત્ર કાગળ પર હોય તેમ દેખાઈ રહ્યુ છે અને દર્દીઓને નવા હોસ્પિટલમાં જવા ભલામણ કરવામાં આવે છે.
આ કેસના અરજદારો તરફે વકીલ આનંદ યાજ્ઞિકે કોર્ટનું ધ્યાન દોર્યું હતું કે આ કેસ હાઈકોર્ટ સમક્ષ પેન્ડિંગ છે તેની જાણ હોવા છતાં તંત્ર દ્વારા ટૂંક સમયમાં જુની હોસ્પિટલ તોડી શકે છે. કોઈપણ સાધન, તબીબ કે અન્ય વ્યવસ્થા સિવાય 120 બેડની હોસ્પિટલ કઈ રીતે ચાલશે તેની સ્પષ્ટતા ઠરાવમાં કરાઈ નથી.
અરજદારદાતા ટ્રસ્ટીઓએ ચેરિટી સમક્ષ અરજી દાખલ કરી ટ્રસ્ટનું વ્યવસ્થાપન યોગ્ય રીતે થાય તેવો આદેશ કરવા માગ કરી હતી. જો કે, ચેરિટી કમિશ્નરે કાયદાની સ્થાપિત જોગવાઈઓ અને હાઈકોર્ટના ચુકાદા અન્વયે પોતાની સત્તાનો ઉપયોગ કરવાને બદલે એક અસ્પષ્ટ આદેશ કર્યો હતો. ચેરિટી કમિશ્નરના આદેશને હાઈકોર્ટમાં પડકારાયો હતો.