અમદાવાદઃ શહેરમાં કોરોના કેસીસના ભયજનક આંકડાને લઇને કોરોના પોઝિટિવ દર્દીઓની સારવાર માટે જે હોસ્પિટલ્સ નિશ્ચિત કરવામાં આવી છે તેમાં સોલા સિવિલ હોસ્પિટલ પણ શામેલ છે. અહીં કોરોના દર્દીઓની સારવાર કરવામાં આવી રહી છે. ભૂપેન્દ્રસિંહ ભલ્લાની આગેવાનીમાં હોસ્પિટલની મુલાકાત દરમિયાન આ સંદર્ભે સમીક્ષા કરવામાં આવી હતી.
ગુજરાતમાં દિવસેને દિવસ કોરોનાનો વ્યાપ વધી રહ્યો છે અને તેમાં સૌથી ખરાબ પરિસ્થિતિ અમદાવાદની છે. અમદાવાદમાં કોરોના સંક્રમિતોનો આંકડો 2 હજારને પાર પહોંચી ગયો છે. જે દેશમાં ગુજરાત બીજા નંબરે છે. આમ કોરોનાના વધતા કેસોને લઇને કેન્દ્રની ટીમના હાલ છેલ્લાં 6 દિવસથી અમદાવાદમાં ધામા છે. જેમાં કેન્દ્રની ટીમ દ્વારા અલગ-અલગ વિસ્તારોની મુલાકાત લઇને કામગીરી અંગેની સમીક્ષા કરવામાં આવી રહી છે. જેમાં અમદાવાદ સોલા સિવિલ હોસ્પિટલની પણ કેન્દ્રની ટીમે મુલાકાત લીધી છે. જેમાં હોસ્પિટલનો ચિતાર મેળવી તેનો રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે.
જોકે કોરોના સામે જંગ લડવા કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર નવો કયો એક્શન પ્લાન તૈયાર કરે છે તે તો જોવું રહ્યું.