ETV Bharat / state

અમદાવાદ: એક વ્યક્તિનો જમીનમાં દાટાયેલો મૃતદેહ મળી આવ્યો - Murder of a disabled person in Ahmedabad

અમદાવાદમાં નિકોલ વિસ્તારમાં એક વિકલાંગ વ્યક્તિની હત્યા કરાવામાં આવી હતી. આ ઘટનામાં સમગ્ર મામલે પોલીસે હત્યાનો ગુનો નોંધીને તપાસ હાથ ધરી હતી.

અમદાવાદમાં એક વ્યક્તિનો જમીનમાં દાટેલો મૃતદેહ મળી આવ્યો

author img

By

Published : Aug 13, 2020, 11:03 PM IST

અમદાવાદ: નિકોલ વિસ્તારમાં એક વિકલાંગ વ્યક્તિની હત્યા કરવામાં આવી અને બાદમાં ખુલ્લા મેદાનમાં પડેલા માટીના ઢગલામાં મૃતદેહ દાટી દીધો હતો. સમગ્ર મામલે પોલીસે હત્યાનો ગુનો નોંધીને તપાસ હાથ ધરી હતી.

નિકોલ ચાર રસ્તા પાસે વિકલાંગ મંગાભાઈ પટણીની હત્યા કરી મૃતદેહને છુપાવી દેવામાં આવ્યો હતો. મોડી રાતથી ગાયબ થયેલા મંગાભાઈની શોધ કરવામાં આવી પણ તે મળ્યા નહતા. જેથી પોલીસને જાણ કરાતા વિકલાંગની સાયકલ ખુલ્લા મેદાનમાં પડેલી દેખાઈ હતી. તપાસ કરતાં સાયકલની બાજુમાં લોહીનું ખાબોચિયું ભરાયું હતું. જેથી પોલીસને શંકા ગઈ કે, યુવકની હત્યા થઈ છે. બાદમાં શોધખોળ કર્યા બાદ સાયકલ પાસે માટીના ઢગલા નીચે પોલીસે તપાસ કરી ત્યારે વિકલાંગ યુવકની હત્યા કરાઈ હતી તેમ જાણવા મળ્યું હતું.

અમદાવાદમાં એક વ્યક્તિનો જમીનમાં દાટેલો મૃતદેહ મળી આવ્યો
અમદાવાદમાં એક વ્યક્તિનો જમીનમાં દાટેલો મૃતદેહ મળી આવ્યો
વિકલાંગ યુવકનો મૃતદેહ મળી આવતા યુવકના ગુમ થયાનો ભેદ તો ઉકેલાઇ ગયો પણ વિકલાંગ યુવકની હત્યાનું રહસ્ય હજુ પણ અકબંધ છે. જેને ઉકેલવા પોલીસ મથામણ કરી રહી હતી. ઘટનાની વિગતવાર વાત કરીએ તો, બુધવારની રાત્રે વિકલાંગ યુવકને મળવા કમલ મારવાડી ઉર્ફે કાળુ નામનો યુવક આવ્યો હતો.

તેણે મંગા પટણીને કહ્યું કે, ચાલ ચક્કર લગાવીને આવીએ જેથી તે કાલુ મારવાડી સાથે ચક્કર લગાવવાતો ગયો પણ મોડી રાત સુધી પરત ઘરે આવ્યો ન હતો. જેથી પરિવારજનોએ પોલીસનો સંપર્ક કર્યો અને શોધખોળ હાથ ધરી. તપાસ દરમિયાન મનમોહન ચાર રસ્તા પાસે આવેલા ખુલ્લા મેદાનમાં વિકલાંગ યુવક મંગા પટણીનો મૃતદેહ મળી આવ્યો હતો.

મૃતક યુવકના માથામાં ગંભીર ઈજાના નિશાન જોતા હત્યા થઇ હોવાની વાત પૂરવાર થઈ હતી. જેમાં પોલીસે તપાસ દરમિયાન કમલ મારવાડી ઉર્ફે કાળુની અટકાયત કરી લીધી છે અને હત્યા પાછળનું કારણ જાણવા પૂછપરછ હાથ ધરી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.