અમદાવાદ : મહારાષ્ટ્રમાં સાધુની હત્યા મામલે રાજકારણ ગરમાયું છે. ભાજપ પ્રવક્તા સંદીપ પાત્રા, મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ,ભરત પંડ્યા ,વિશ્વ હિન્દુ પરિષદ તેમજ દેશભરના સાધુઓએ આ હત્યાના સિલસિલાનો વિરોધ કર્યો છે. તેમને મહારાષ્ટ્ર સરકારને દોષીઓ પર કડક કાર્યવાહી કરવા માટે માંગ કરી છે. પરંતુ નાંદેડ હત્યાકાંડમાં પોલીસે આરોપીને તેલંગાણાથી ઝડપી પાડયો છે, તેવું જણાવવામાં આવ્યું છે. ત્યારે કેટલાક પ્રશ્ન ઉભા થાય છે કે, મહારાષ્ટ્રમાં એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં જવા પર પ્રતિબંધ છે. ત્યારે આરોપી તેલંગાણા કેવી રીતે પહોંચી ગયો ? તેને મહારાષ્ટ્ર પોલીસ કે તેલંગાણા પોલીસે રાજયની સીમા પર કેમ ના રોક્યો ?
ભાજપ સહિતના કેટલાક પક્ષોના નેતાઓએ એ પ્રશ્ન પણ ઉભો કર્યો છે કે,શું હિન્દુ સાધુને મારવાનું કોઈ ષડ્યંત્ર ચાલી રહ્યું છે કે, કેમ ? એ વિશે મહારાષ્ટ્ર સરકાર તપાસ કરે.