ETV Bharat / state

અમદાવાદમાં બાવરી સમાજના સ્મશાનમાં ગંદકીનું સામ્રાજ્ય

અમદાવાદઃ કહેવાય છે કે, મનુષ્યનું જ્યારે મૃત્યુ થાય છે ત્યારે તે ચિરનિદ્રામાં પોઢી ગયા હોય છે. જેથી તેમના પવિત્ર દેહને દફન કરવામાં આવે આવતો હોય છે. ત્યારે આ જગ્યાની દુર્દશા જોતા લાગે છે કે, અહીં પણ તેમને શાંતિ નહીં મળી શકે.

સ્મશાનની દુર્દશા
author img

By

Published : May 28, 2019, 1:25 PM IST

અમદાવાદના જમાલપુર પાસે આવેલા બાવરી સમાજના સ્મશાનની નક્કર વાસ્તવિકતા દર્શાવતી દુર્દશા જોવા મળી હતી. કે જ્યાં માણસને દફન કરવામાં આવ્યા છે તે જગ્યાએ કબ્રની ઉપર પણ બદબૂ મારતો કચરાનો ઢગલો કરવામાં આવે છે. પીવાના ચોખ્ખા પાણીની અંડરગ્રાઉન્ડ ટાંકીમાં પ્લાસ્ટિક, ગાભા-ડૂચા, કાચની બોટલો તેમજ નોનવેજના હાડકા સુધ્ધા અંદર નાખવામાં આવે છે. હદ તો ત્યારે થાય છે કે, આ બધું અંદર નાખીને સળગાવવામાં આવે છે. ત્યારબાદ ઉપર પાણીની ઓવરહેડ ટાંકી પણ તોડી નાંખવામાં આવી છે. વીજળીના થાંભલાને ડીપીમાંથી તોડી ગેરકાયદેસર કનેક્શન લઈ વીજળી વાપરવામાં આવતી હતી, અને તેના વાયરો કાપી ડીપીને રોડ પર તોડીને ફેંકી દેવામાં આવી છે.

અમદાવાદમાં બાવરી સમાજના સ્મશાનની દુર્દશા

ગુજરાતના ખ્યાતનામ લોક સાહિત્યકારે તો એટલે સુધી કીધું છે કે, યહા ક્યું ચેન સે ન સોઉ મેં, યહ જગા મૈને જાન દેકર પાઈ હે. ત્યારે હવે જોવાનું એ રહ્યું, કે આ બર્બરતામાંથી બાવરી સમાજના સ્મશાનને તંત્ર ક્યારે જાગી અને પગલાં ભરશે, કે પછી આ સ્મશાનમાં જેમની આંખો મિંચાઈ ગઈ છે તે સૂઈ ગયા છે, તો તંત્રની પણ તેમની જેમ જ આંખો મીચાઈ ગઈ છે કે શું?

Intro:કહેવાય છે કે મનુષ્યનું જ્યારે મૃત્યુ થાય છેઃ ત્યારે તે ચિરનિદ્રામાં પોઢી ગયા છે, તેમ કહેવાય છે, એટલે કે નીરવ શાંતિમાં પોઢી ગયા છે. ત્યારે જ્યાં નીરવ શાંતિમાં તેમને દફન કરવામાં આવ્યા હોય, તે જગ્યા ની દુર્દશા જોતા લાગે છે કે અહીંયા પણ તેમને શાંતિ નહીં મળી શકે.

Body:અમદાવાદ ખાતે જમાલપુર પાસે આવેલા બાવરી સમાજના સ્મશાનની નક્કર વાસ્તવિકતા દર્શાવતી દુર્દશા જોવા મળી હતી. કે જ્યાં માણસને દફન કરવામાં આવ્યા છે, તે જગ્યાએ કબર ની ઉપર પણ બદબૂ મારતો કચરાનો ઢગલો કરવામાં આવે છે. ઘણી વખત તો દફન કર્યા હોય તેના ઉપર લોકો બાથરૂમ કરી જાય છે. તેમાં વળી પીવાના ચોખ્ખા પાણીની અંડરગ્રાઉન્ડ ટાંકીમાં પ્લાસ્ટિક તેમજ ગાભા ડૂચા અને કાચની બોટલો તેમજ નોનવેજ ના હાડકા સુધ્ધા અંદર નાખવા માં આવે છે. હદ તો ત્યારે થાય છે કે આ બધું અંદર નાખીને સળગાવવામાં આવે છે. ત્યારબાદ ઉપર પાણીની ઓવરહેડ ટાંકી પણ તોડી નાંખવામાં આવી છે. વીજળીના થાંભલા ને ડીપી માંથી તોડી ગેરકાયદેસર કનેક્શન લઈ વીજળી વાપરવામાં આવતી હતી, અને તેના વાયરો કાપી ડીપી ને રોડ પર તોડીને ફેંકી દેવામાં આવી છે.

Conclusion:ત્યારે ગુજરાતના ખ્યાતનામ લોક સાહિત્યકારે તો એટલે સુધી કીધું છે કે, યહા ક્યું ચેન સે ન સોઉ મે, યહ જગા મેને જાન દેકર પાઈ હે. ત્યારે હવે જોવાનું એ રહ્યું, કે આ બર્બરતા માંથી બાવરી સમાજના સ્મશાન ને તંત્ર ક્યારે જાગી અને પગલાં ભરશે, કે પછી આ સ્મશાનમાં જેમની આંખો મીચાઈ ગઈ છે તે સૂઈ ગયા છે, તો તંત્રની પણ તેમની જેમ જ આંખો મીચાઈ ગઈ છે કે શું?
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.