- અમદાવાદ શહેર શાળા સંચાલક મંડળનો મોટો નિર્ણય
- અમદાવાદ શહેર શાળા સંચાલક મંડળે સંગાથ અભિયાનની કરી શરૂઆત
- કોરોનામાં મૃત્યુ પામેલા માતા-પિતાના બાળકોને 2 વર્ષ મફત અભ્યાસ કરાવશે
- 2019-20 અને 2020-21ના 2 વર્ષ મફત શિક્ષણ અપવાનો કરાયો નિર્ણય
- કોરોના કાળમાં અમદાવાદ શહેર શાળા સંચાલક મંડળનો આવકારદાઈ નિર્ણય
અમદાવાદઃ વર્ષ 2020ના વર્ષથી કોરોનાની એન્ટ્રી થતાની સાથે જ વાલીઓમાં ફી મામલે ગણ ગણાટ શરૂ થઈ ગયો છે. જ્યારે અમદાવાદની ખાનગી શાળાના સંચાલકો છેલ્લા કેટલાક દિવસથી ઓનલાઇન મીટીંગ કરી રહ્યા છે અને આ ઓનલાઇન મીટીંગમાં મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. કોરોનામાં અનાથ થયેલા બાળકોની બે વર્ષની ફી માફ કરાઈ છે.
આ પણ વાંચોઃ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળની જાહેરાત, ફી નહીં તો શિક્ષણ નહીં
આ નિર્ણયમાં 300થી વધુ શાળાના સંચાલકો સહમત થયા
આ નિર્ણયમાં 300થી વધુ શાળાના સંચાલકો સહમત થયા છે. કોરોનામાં માતા-પિતાની છત્રછાયા ગુમાવનાર બાળકોના હિતમાં સંચાલકો દ્વારા સંગાથ અભિયાન શરૂ કર્યું છે. જે અંતર્ગત વર્ષ 2019-20 અને વર્ષ 2020-21 માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ અંગે અમદાવાદ શહેર શાળા સંચાલક મંડળના પ્રમુખ હિતેશભાઈ પટેલે જણાવ્યું કે હાલ 300થી વધુ શાળાઓના સંચાલકો આ મુદ્દે એકમત થયા છે અને હજુ શાળાના સંચાલકોને જોડવામાં આવી રહ્યા છે. આ નિર્ણય મામલે સંચાલકો દ્વારા સંગાથ અભિયાન શરૂ કર્યું છે.
આ પણ વાંચોઃ રાજ્ય સરકાર ઠરાવ રદ કરે અથવા શિક્ષકો માટે આર્થિક સહાયના પેકેજની જાહેરાત કરે: શાળા સંચાલક મંડળ
આવા બાળકોને 2 વર્ષ સુધી નિઃશુલ્ક અભ્યાસ કરાવવાનું નક્કી કરાયું
જ્યારે પરિવારમાં માતા કે પિતાનું કોરોનાથી અવસાન થાય એટલે પરિવાર પર આભ તૂટી પડે છે. પરિવારની માનસિક સ્થિતિ ડામાડોળ થઈ જાય છે. જેથી આવા પરિવારને મદદરૂપ થવા આ અભિયાન શરૂ કર્યું છે. આવા બાળકોને 2 વર્ષ સુધી નિઃશુલ્ક અભ્યાસ કરાવવાનું નક્કી કરાયું છે સાથે જ કોઈ એવું બાળક હોય કે જેના માતા-પિતા કોરોનાગ્રસ્ત થયા છે તેવી સ્થિતિ તેવા બાળકની તે મહિનાની ફી માફ કરવામાં આવશે.