ETV Bharat / state

અમદાવાદમાં ભગવાન જગન્નાથની 144મી રથયાત્રા પૂર્ણ થઈ

ભગવાન જગન્નાથ (Lord Jagannath)ની144મી રથયાત્રા કોરોના કાળમાં જલ્દી પૂર્ણ કરી દેવામાં આવી હતી. 11 વાગ્યાના સુમારે ત્રણ રથ મંદિરમાં પરત ફર્યા હતા. 19 કિલોમીટર લાંબા રૂટ પર નગરજનો વગર જગતના તાત નગરી નીકળ્યા હતા. પોલીસના ચાંપતા બંદોબસ્ત વચ્ચે સૈન્ય લઈને નીકળેલા ભગવાને સૌ નગરજનોને સુખાકારી અને સમૃદ્ધિના આશીર્વાદ આપ્યા હોય તેવો માહોલ સર્જાયો હતો.

અમદાવાદમાં ભગવાન જગન્નાથની 144મી રથયાત્રા પૂર્ણ થઈ
અમદાવાદમાં ભગવાન જગન્નાથની 144મી રથયાત્રા પૂર્ણ થઈ
author img

By

Published : Jul 12, 2021, 2:24 PM IST

  • ભગવાન જગન્નાથ (Lord Jagannath)ની 144મી રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ
  • દરિયાપુર અને શાહપુરમાં લોકોએ ઘર અને ધાબા પરથી દર્શન કર્યા
  • પોલીસના ચાંપતા બંદોબસ્ત વચ્ચે રથયાત્રા પૂર્ણ થઈ

અમદાવાદ : જગતના નાથ જગતનાથની 144મી રથયાત્રા વહેલી સવારે શરૂ થઈ હતી. અમદાવાદમાં સવારે ચાર વાગ્યે મંગળા આરતીથી ભગવાન જગન્નાથ (Lord Jagannath)ની રથયાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. ગુજરાત રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ મંદિર પરિષદમાં સોનાની સાવરણી સાથે પરંપરાગત પહિંદ વિધિ કરીને રથયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું.

આ પણ વાંચો : Dakor Rathyatra સુચારુ આયોજનને લઇ રથયાત્રાનું રિહર્સલ યોજાયું

કાલુપુર, સરસપુર અને સરસપુરના મોસાળમાં ભગવાનનું મામેરૂં યોજાયું

રથ નિજમંદિરે પરત ફરતા જ પ્રદીપસિંહ જાડેજા (Pradeep Shinh Jadeja)એ રથનું સ્વાગત કર્યું હતું. રથયાત્રા વહેલી સવારે જ્યારે શરૂ થઈ ત્યારથી લઇને કાલુપુર, સરસપુર અને સરસપુરના મોસાળમાં ભગવાનનું મામેરૂં યોજાયું હતું. ત્યારબાદ રથયાત્રા નિજ મંદિર તરફ પરત ફરી હતી. જ્યાં દરિયાપુર દરવાજાથી લઈને ઘીકાટા સુધીના રૂટ ઉપર પોલીસે ચાંપતો બંદોબસ્ત ગોઠવ્યો હતો.

અમદાવાદમાં ભગવાન જગન્નાથની 144મી રથયાત્રા પૂર્ણ થઈ
અમદાવાદમાં ભગવાન જગન્નાથની 144મી રથયાત્રા પૂર્ણ થઈ

લોકો ઘરના ધાબે તેમજ સોસાયટીમાં ભેગા થઈને ભગવાનના દર્શન કરતા નજરે ચડયા

ભગવાન જગન્નાથ (Lord Jagannath)ના દર્શન કરવા માટે થઈને લોકોને ઘરમાં રહીને જ દર્શન કરવાની સૂચના રહેલી હતી. મોટી સંખ્યામાં રથયાત્રાના રૂટ પર લોકો જોવા મળ્યા હતા. બીજી તરફ ઘરના ધાબા પર તેમજ સોસાયટીમાં ભેગા થઈને ભગવાનના દર્શન કરતા નજરે ચડયા હતા.

આ પણ વાંચો : Jagannath Rathyatra પહેલા ખલાસીઓના કરાયા RT-PCR ટેસ્ટ, 1 વાગ્યા સુધી રથયાત્રા નીજ મંદિર પરત લાવવાના નિર્ણયથી ખલાસીઓ નારાજ

મોટી સંખ્યામાં લોકો ભગવાનના દર્શન કરવા આવી પહોંચ્યા

રથયાત્રાના દિવસે કરફ્યુ હોવાને કારણે મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો. જોકે, નાગોરીવાડ અને રંગીલા ચોકી જેવા વિસ્તારમાં મોટી સંખ્યામાં લોકો ભગવાનના દર્શન કરવા આવી પહોંચ્યા હતા. જ્યાં કોરોનાની ગાઈડલાઈન છડેચોક ઉલ્લંઘન જોવા મળી રહ્યું હતું.

આ પણ વાંચો -

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.