અમદાવાદ: રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે અત્યાર સુધીમાં 1.22 લાખ જેટલા લોકોનું કોરોના ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. અમદાવાદમાં જે રીતે સંક્રમણ વધી રહ્યું છે તેનાથી સરકાર અને લોકોમાં ભારે ચિંતા છે. થોડા સમય પહેલા જ કોરોના દર્દીની ડિસ્ચાર્જ પોલિસીમાં સિંગલ કોરોના નેગેટિવ ટેસ્ટ પછી 3 દિવસમાં જો કોઈ લક્ષણ ન દેખાય તો દર્દીને રજા આપી દેવામાં આવે છે અને તેને લીધે ડિસ્ચાર્જનો આંકડો ખૂબ જ વધી રહ્યો છે. જો આ જ રીતે ટેસ્ટિંગ ઓછુ કરી દેવામાં આવે તો કોરોના પોઝિટિવ કેસના આંકડા પણ ઓછા નોંધાશે. જે એક ભીનું સંકેલવાનો પ્રયાસ પણ હોઈ શકે.
તારીખ | ટેસ્ટિંગ | કેસ |
1 | 4767 | 325 |
2 | 5342 | 333 |
3 | 5944 | 374 |
4 | 4588 | 376 |
5 | 4984 | 441 |
6 | 5559 | 380 |
7 | 5362 | 388 |
8 | 4834 | 390 |
9 | 4264 | 394 |
10 | 3843 | 398 |
11 | 2978 | 349 |
12 | 3066 | 362 |
12 | 2760 | 364 |
આ મુદ્દે વાતચીત કરતા આરોગ્ય અગ્રસચિવ જયંતિ રવિએ જણાવ્યું હતું કે કોરોના વાઇરસ સામે રાજ્યમાં ATPCR ટેસ્ટિંગની ક્ષમતા દરરોજના ૩,૦૦૦ની છે. મે મહિનાના પ્રથમ સપ્તાહમાં ATPCR ટેસ્ટિંગની સાથે જ પુલિંગ પદ્ધતિથી પણ ટેસ્ટિંગ કરવામાં આવ્યા હતા. જો કે એપ્રિલ મહિનાના પ્રથમ સપ્તાહમાં દરરોજ સરેરાશ 1500થી 3000 ટેસ્ટિંગ કરવામાં આવતુ હતું. જેની સામે મે મહિનાના પ્રથમ સપ્તાહમાં સરેરાશ માત્ર 1000 થી 1200 જ ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યુ છે.