અમદાવાદ: અમદાવાદમાં કોરોનાનો કુલ આંકડો 21,892 પર પહોંચ્યો છે. અમદાવાદમાં આજે 101 દર્દીઓ સ્વસ્થ થયા છે. જેને લઇને કુલ સ્વસ્થ થયેલા દર્દીઓનો આંકડો 16,610 પર પહોંચ્યો છે. અમદાવાદમાં આજે 9 દર્દીઓના મોત થયા છે, જેની સાથે અમદાવાદનો કોરોનાથી મૃત્યુઆંક 1484 પર પહોંચ્યો છે. હાલ અમદાવાદમાં 3683 એક્ટિવ કેસ છે.
અમદાવાદમાં એક જ પરિવારના 10 લોકો કોરોના પોઝિટિવ, ફ્લેટને માઈક્રો કન્ટેન્ટ ઝોનમાં મુકાયો - અમદાવાદમાં કોરોનાનો આંકડો
અધિક મુખ્ય સચિવ ડો. રાજીવકુમાર ગુપ્તાની અધ્યક્ષતામાં મ્યુનિ. કમિશનર મુકેશકુમાર તેમજ અન્ય અધિકારીઓ સાથે મળેલી બેઠકમાં સમીક્ષા પછી કન્ટેન્ટમેન્ટ ઝોન અંગે નિર્ણય લેવામાં આવ્યો હતો. અમદાવાદમાં હાલમાં 99 જેટલા માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન છે. તેમાં 11 માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનનો ઉમેરો કરવામાં આવ્યો છે. અમદાવાદના CTM વિસ્તારમાં વડોદરા એક્સપ્રેસ હાઇવે પાસે આવેલા વૈકુંઠ ફ્લેટમાં એક જ પરિવારના 10 સભ્યોને કોરોના પોઝિટિવ આવ્યો છે. જેને લઇને ન્યુ વૈકુંઠ ફ્લેટ માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોન જાહેર કરાયું છે. ફ્લેટને ક્વોરન્ટાઇન કરી ટેસ્ટિંગ પણ હાથ ધરાયું છે. મુલાકાતીઓને સાવચેત રહેવા માટે તંત્ર દ્વારા આ બિલ્ડિંગમાં નોટિસ લગાવવામાં આવી છે.
અમદાવાદમાં એક જ પરિવારના 10 લોકો કોરોના પોઝિટિવ