ETV Bharat / state

સહાયની સરવાણીઃ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના શિક્ષકો એક દિવસનો પગાર કોરોના ફંડમાં આપશે - rashtriy saikshik mahasangh

સરકાર દ્વારા કોરોના સામે લડવા માટે કોરોના ફંડ ઉભું કરવામાં આવ્યું છે. આ ફંડમાં પોતાનો ફાળો આપવા માટે બેન્ક એકાઉન્ટ નંબર પણ આપવામાં આવ્યો છે. રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના શિક્ષકો પોતાનો એક દિવસનો પગાર આ ફંડમાં દાન તરીકે આપશે.

સહાયની સરવાણીઃ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના શિક્ષકો એક દિવસનો પગાર કોરોના ફંડમાં આપશે

author img

By

Published : Mar 26, 2020, 3:06 PM IST

અમદાવાદ: અત્યારે ભારત કોરોના મહામારીનો સામનો કરી રહ્યું છે. ત્યારે સરકાર દ્વારા કોરોના સામે લડવા માટે કોરોના ફંડ ઉભું કરવામાં આવ્યું છે. સાથે-સાથે તે ફંડમાં પોતાનો ફાળો આપવા માટે બેન્ક એકાઉન્ટ નંબર પણ આપવામાં આવ્યો છે. રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના શિક્ષકો પોતાનો એક દિવસનો પગાર આ ફંડમાં દાન તરીકે આપશે.

અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક સંઘ સાથે જોડાયેલ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત દ્વારા કોરોના સંલગ્ન મુખ્યમંત્રી રાહત ફંડમાં 30 કરોડ રૂપિયા જેટલી માતબર રકમ દાન આપવામાં આવશે આ સંઘ સાથે જોડાયેલ ગુજરાતના દોઢ લાખ જેટલા જુદી-જુદી યુનિવર્સિટી અને શાળાના શિક્ષકો પોતાનો એક દિવસનો પગાર આ ફંડમાં આપશે.

રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના શિક્ષકો એક દિવસનો પગાર કોરોના ફંડમાં આપશે
આ મુદ્દે બોલતા રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાતના અધ્યક્ષ ઘનશ્યામભાઈ પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતના શિક્ષકો દરેક આપત્તિમાં ગુજરાતની પડખે ઊભાં રહ્યાં છે. ત્યારે આટલી મોટી આપત્તિના સમયે તેઓ ગુજરાતના લોકોને મદદ કરવા તત્પર છે. આ ઉપરાંત સરકાર જે કોઈપણ કામ ગુજરાતના શિક્ષકોને સોંપશે તે કરવા આતુર છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.