ETV Bharat / state

IPL 2023 : આજે ગુજરાત ટાઇટન્સ અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચે મેચ, પાર્કિંગ માટે વાપરવાની છે આ એપ - ગુજરાત ટાઇટન્સ અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચે મેચ

અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આ જ ગુજરાત ટાઇટન્સ અને મુંબઈ ઇન્ડિયન વચ્ચે આઇપીએલ 20 20ની 35મી મેચ જેમાં ગુજરાત ટાઇટન્સ પોતાના હોમ ગ્રાઉન્ડમાં સતત બે મેચ હારી છે. ત્યારે આજે તે હારનો સિલસિલો તોડવાનો પ્રયાસ કરશે.

IPL 2023 : આજે ગુજરાત ટાઇટન્સ અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચે મેચ, પાર્કિંગ માટે વાપરવાની છે આ એપ

author img

By

Published : Apr 25, 2023, 3:19 PM IST

Updated : Apr 25, 2023, 5:55 PM IST

શો માય પાર્કિંગ એપ્લિકેશન ફરજિયાત

અમદાવાદ : ટાટા આઈપીએલ 2023ની અડધી સિઝન પૂર્ણ થઈ ચૂકી છે. મોટાભાગની મેચ ખૂબ જ અસર કરશે જોવા મળી રહી છે. ત્યારે આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ગુજરાત ટાઇટન્સ અને પાંચ વખત IPLની ટ્રોફી જીતનાર મુંબઈ ઇન્ડિયન સામે સાંજે 07:30 કલાકે રમાશે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમની પીચ બેટ્સમેનને અનુકૂળ હોવાથી આજની મેચમાં ચોગા છક્કાની રમઝટ જોવા મળી આવી શકે છે. બીજીતરફ મેચ જોવા આવનારા ક્રિકેટચાહકોના વાહનોના પાર્કિગ માટે ખાસ વ્યવસ્થા ગોઠવાઇ છે. લોકોએ વાહન પાર્કિંગ માટે શો માય પાર્કિંગ એપ્લિકેશન ફરજિયાત એડવાન્સ બુક કરવાનું નક્કી કરવામાં આવ્યું છે.

ગુજરાત ટાઇટન્સ હારનો સિલસિલો તોડવા પ્રયાસ કરશે : ગુજરાત ટાઈટન્સ પોતાના હોમ ગ્રાઉન્ડમાં આ વર્ષે ત્રણ મેચ રમી છે. જેમાં પ્રથમ મેચમાં ચેન્નઈને હરાવી હતી. પરંતુ ત્યારબાદ કોલકાતા નાઈટ રાઈડર્સ સામે અને રાજસ્થાન રોયલ સામે હારનો સામનો કરવો પડ્યો છે. જેને લઈને ગુજરાત ટાઇટન્સ આજ પોતાના હોમ ગ્રાઉન્ડમાં હારનો સિલસિલો અટકાવવા માટે મેદાનમાં ઉતરશે. જ્યારે બીજી બાજુ મુંબઈ ઇન્ડિયન્સ પણ પોતાની ચોથી જીત માટે પૂરી તાકાતથી મેદાનમાં ઉતરશે.

આ પણ વાંચો IPL 2023: વિરાટ કોહલીને RR સામેની મેચમાં 24 લાખ રૂપિયાનો દંડ, જાણો શા માટે

મુંબઈ ઇન્ડિયન્સ પુરી તાકાત લગાવશે : બીજી બાજુ મુંબઈની વાત કરવામાં આવે તો રોહિત શર્માની કેપ્ટન્સી હેઠળ મુંબઇ ઇન્ડિયન્સ છેલ્લી કેટલીક મેચમાંથી સારું પ્રદર્શન જોવા મળી રહ્યું છે. જેમાં ઓલરાઉન્ડર કેમરોન ગ્રીન અને સૂર્યકુમાર યાદવ પણ આક્રમક બેટિંગ કરતા જોવા મળી રહ્યા છે. ત્યારે બીજી બાજુ તિલક વર્મા પણ મિડલ ઓવરમાં આવીને સારું બેટિંગ કરી રહ્યો છે. ત્યારે બોલિંગ લાઈનમાં બુમરાહ ના હોવાથી ક્યાંક ને ક્યાંક બોલિંગ નબળી જોવા મળી રહી છે. અર્જુન તેંડુલકર અને જોફ્રરા આર્ચર જેવા ફાસ્ટ બોલરો પણ ખૂબ જ ખર્ચાળ સાબિત થઈ રહ્યા છે.

ટોસ જીતી બોલિંગ પહેલી પસંદ : અમદાવાદનું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ બેટિંગ પીચ હોવાને કારણે જે પણ ટીમ ટોસ જીત્યા છે તે પહેલા ફિલ્ડીંગ પસંદ કરે છે. છેલ્લી 5 મેચમાં અહીંયા બીજી ઇનિંગ્સમાં બેટિંગ કરનારી ટીમમેં જીત મેળવી છે. આ વર્ષે પણ ત્રણેય મેચ બીજી બેટિંગ કરનારી જ ટીમે વિજય મેળવ્યો છે. જેમાં ગુજરાત ટાઇટન્સે ચેન્નઈને હરાવ્યું હતું. ત્યારબાદ કોલકાતા અને રાજસ્થાની પણ આજ મેદાનમાં ચેઝ કરીને ગુજરાત ટાઇટન્સને હરાવ્યું હતું.

આ પણ વાંચો GT vs MI: હોમગ્રાઉન્ડમાં ગુજરાત ફેવરીટ, અમદાવાદમાં આજે મેદાન એ જંગ

રનરેટ સુધારવાનો પ્રયાસ કરશે : TATA IPL 2023ની અડધી સિઝન પૂર્ણ થવા આવે છે. ત્યારે દરેક ટીમ હવે પોતાનું પોઇન્ટ ટેબલમાં પણ સુધારો કરવાનો પ્રયાસ કરી રહી છે. હાલમાં 6 મેચમાં 4 જીત અને 2 હાર સાથે 8 સાથે ચોથા સ્થાન પર છે. જ્યારે મુંબઈ ઇન્ડિયન્સની વાત કરવામાં આવે તો મુંબઈ ઇન્ડિયન્સ 6 મેચમાં 3 જીત અને 3 હાર એમ કુલ 6 પોઇન્ટ્સ સાથે સાતમા ક્રમે છે. જો ગુજરાત ટાઇટન્સ આજની મેચ જીતશે તો 10 પોઈન્ટ સાથે ચેન્નઈ સુપર કિંગ્સના સરખા પોઇન્ટ થશે જ્યારે મુંબઇ ઇન્ડિયન્સ આજની મેચ જીતશે તો ટોપ ચારમાં સ્થાન મેળવશે.

વાહન પાર્કિંગ માટે શો માય પાર્કિંગ એપ્લિકેશન

શો માય પાર્કિંગ એપથી થશે : ગુજરાત અને મુંબઇ ઇન્ડિયન્સ વચ્ચે યોજનાર આજની મેચમાં મેચ જોવા આવનાર દર્શકો માટે કોઈપણ પ્રકારની મુશ્કેલી ન પડે તે માટે અને પાર્કિંગની સુવિધાઓ પણ વ્યવસ્થિત રીતે મળી શકે તે માટે વાહન પાર્કિંગ માટે શો માય પાર્કિંગ એપ્લિકેશન ફરજિયાત એડવાન્સ બુક કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. તેમ જ આ વખતે દૂરના પાર્ટી સ્ટેડિયમના ગેટ સુધી તેમજ સ્ટેડિયમના ગેટથી પાર્કિંગ સુધી લઈ જવા માટે ફ્રી શટલ સર્વિસ પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.

Last Updated : Apr 25, 2023, 5:55 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.