ETV Bharat / state

Talati Exam 2023: ST જ નહીં ખાનગી બસ સંચાલકો પણ મદદ કરી શકશે, ઉમેદવારોએ ભાડું દેવાનું રહેશે - y charging fare from candidates

તલાટી-કમ મંત્રીની પરીક્ષા તારીખ તારીખ 07/05/2023નાં યોજાશે. તલાટી-કમ મંત્રીની આ પરિક્ષામાં 8 લાખ કરતા વધુ ઉમેદવારો પરીક્ષા આપે તેવી શકયતા જોવા મળી રહી છે. પરીક્ષા આપતા તમામ ઉમેદવારની મદદે રાજય સરકાર આવી છે. પરીક્ષા સેન્ટર સુધી અવર-જવર દરમિયાન પરિવહન વ્યવસ્થા માટે ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતુ.

જે અંતર્ગત શાળા/કોલેજની બસોના સંચાલકો તેમજ ખાનગી બસ સંચાલકો એસ.ટી નિગમની એક્સપ્રેસ બસનું ભાડું ઉમેદવારો પાસેથી વસુલ કરી બસનું સંચાલન કરી શકશે.

author img

By

Published : May 5, 2023, 9:55 AM IST

Updated : May 5, 2023, 4:13 PM IST

અમદાવાદ ડેસ્ક: સરકારી પરિક્ષા આપી રહેલા ઉમેદવારોને સતત મદદ કરવા માટે સરકાર તૈયાર રહે છે. હા,એ વાત અલગ છે કે, જો આવી પરીક્ષાનું પેપર ફૂટી જાય તો ઉમેદવારની મહેનત પર પાણી ફરી વળતું હોય છે. સરકારનો હમેંશા પ્રયત્ન રહે છે કે, ઉમેદવારોને કોઇ પણ તકલીફ ના પડે. ગુજરાત રાજ્ય પંચાયત પસંદગી મંડળ દ્વારા રાજ્યભરમાં આગામી તારીખ 7 મી મે 2023નાં રોજ તલાટી-કમ મંત્રીની પરીક્ષા યોજાવાની છે. જેમાં 8 લાખ કરતા વધુ ઉમેદવારો પરીક્ષા આપે તેવી શકયતા છે. રાજ્યના યુવા ઉમેદવારોને પરીક્ષા સેન્ટર સુધી અવર જવર દરમિયાન પરિવહન વ્યવસ્થામાં સહેજ પણ મુશ્કેલી ન પડે તે માટે વાહનવ્યવહાર પ્રધાન હર્ષ સંઘવીએ વાહન વ્યવહાર વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી.

બસનું સંચાલન: આ બેઠકમાં પરીક્ષા આપનાર ઉમેદવારો માટે મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે. પરીક્ષાનાં દિવસોમાં શાળા/કોલેજોમાં વેકેશન હોવાથી સ્કુલ બસોનાં સંચાલકો જો તલાટી-કમ મંત્રીના ઉમેદવારોને પરિવહનની સેવા પૂરી પાડવા ઇચ્છે છે. તો ખાસ કિસ્સામાં તારીખ 06 મે 2023 તથા તા.07 મે 2023નાં રોજ આવી બસને કેરેજ તરીકે ચલાવવા નિર્ણય લેવામાં આવ્યો છે. જે અંતર્ગત શાળા/કોલેજની બસોના સંચાલકો તેમજ ખાનગી બસ સંચાલકો એસ.ટી નિગમની એક્સપ્રેસ બસનું ભાડું ઉમેદવારો પાસેથી વસુલ કરી બસનું સંચાલન કરી શકશે.

વાહન વ્યવહાર વિભાગની અપીલઃ આ ઉપરાંત એસ.ટી નિગમની બસોમાં નિયમિત એક્સપ્રેસ મુસાફર ભાડાથી સેવાઓ પૂરી પાડવાનો પણ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ સાથો સાથ રેલ્વે તંત્રની સાથે સંકલનમાં રહીને એક્સ્ટ્રા ટ્રેન દોડાવી ઉમેદવારોને સમયસર પરીક્ષાના સ્થળ સુધી પહોંચાડવા આયોજન કરવામાં આવી રહ્યું છે. શાળા/કોલેજની બસો તથા ખાનગી બસ સંચાલકોએ તલાટી-કમ મંત્રીનાં ઉમેદવારોને પરીવહનની સેવાઓ પૂરી પાડવા વાહન વ્યવહાર વિભાગ દ્વારા અપીલ કરવામાં આવી હતી.

આ પણ વાંચો

  1. Talati Exam 2023 : તલાટી કમ મંત્રીની પરીક્ષાને લઈને તંત્ર દ્વારા તૈયારીઓનો અપાયો આખરી ઓપ
  2. Talati Exam 2023 : ઉમેદવારોની બોડી વોર્ન કેમેરાથી તપાસ કરાશે, મલ્ટી પર્પઝના 4 ઉમેદવારોને
  3. Gandhinagar News : રાજ્યમાં કમોસમી વરસાદનો સર્વે, કેટલા હેકટર જમીનમાં નુકશાન થયું

FSL રિપોર્ટ બાદ નિમણૂક : ગુજરાત પંચાયત પસંદગી સેવા મંડળના કાર્યકારી અધ્યક્ષ હસમુખ પટેલે ડમીકાંડને રોકવા માટે એક મહત્વનો નિર્ણય કર્યો છે. જેમાં સાત તારીખના રોજ જેટલા પણ ઉમેદવારો તલાટીની પરીક્ષા આપશે. તેમાંથી જે ઉમેદવારો પાસ થશે અને જિલ્લાની ફાળવણી કરવામાં આવશે. તે દરમિયાન તેમના ફિંગર પ્રિન્ટ પણ લેવામાં આવશે અને વિડીયોગ્રાફી પણ કરવામાં આવશે. આમ વિડીયોગ્રાફી અને ફિંગર પ્રિન્ટના એફએસએલના રિપોર્ટ બાદ જ ઉમેદવારોને આખરી નિમણૂંકપત્ર આપવામાં આવશે. જો કોઈ ઉમેદવાર ડમી કાંડ કરશે તો તાત્કાલિક ધોરણે જ તેનું નિમણૂકપત્ર પણ રદ કરવામાં આવશે.

Last Updated : May 5, 2023, 4:13 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.