ETV Bharat / state

અમદાવાદમાં ફાતિમા મસ્જિદ પાસે શંકાસ્પદ લોકો દેખાતા કન્ટ્રોલમાં મેસેજ મળતા પોલીસ દોડતી થઈ

રસ્તા પર શંકાસ્પદ વસ્તુ અને શંકાસ્પદ માણસો દેખાતા જ હવે જનતા એલર્ટ થઈ ગઈ છે. ત્યારે અમદાવાદના કન્ટ્રોલ રૂમ(Control Room, Ahmedabad)માં એક મેસેજ આવતા જ પોલીસ તંત્ર દોડતુ થયું હતું. અમદાવાદના સરસપુર(Saraspur) વિસ્તારમાં એક મસ્જિદ(The mosque)માં અજાણ્યા માણસો છુપાયા છે તેવો કન્ટ્રોલ રૂમને મેસેજ મળતા જ પોલીસ દોડતી થઈ હતી. જોકે, મસ્જિદમા તપાસ બાદ કંઈ પણ શંકાસ્પદ ન મળતા પોલીસે રાહતનો શ્વાસ લીધો હતો.

author img

By

Published : Oct 21, 2021, 2:56 PM IST

Updated : Oct 21, 2021, 10:51 PM IST

અમદાવાદમાં ફાતિમા મસ્જિદ પાસે શંકાસ્પદ લોકો દેખાતા કન્ટ્રોલમાં મેસેજ મળતા પોલીસ દોડતી થઈ
અમદાવાદમાં ફાતિમા મસ્જિદ પાસે શંકાસ્પદ લોકો દેખાતા કન્ટ્રોલમાં મેસેજ મળતા પોલીસ દોડતી થઈ
  • અમદાવાદના કન્ટ્રોલ રૂમમાં એક મેસેજ આવતા જ પોલીસ તંત્ર દોડતુ થયું
  • મસ્જિદમાં અજાણ્યા માણસો છુપાયા છે તેવો કન્ટ્રોલ રૂમને મેસેજ મળ્યો હતો
  • મસ્જિદમાં કઈ ના મળતા પોલીસે રાહતનો શ્વાસ અનુભવ્યો

અમદાવાદઃ અમદાવાદના કન્ટ્રોલ રૂમ(Control Room, Ahmedabad) પર મેસેજ આવ્યો હતો કે, ‘સરસપુર વિસ્તારમાં બે મસ્જિદ(The mosque)માં અજાણ્યા માણસો છુપાયા છે.’ સવારે 11 વાગ્યાની આસપાસ કન્ટ્રોલ રૂમ પર મેસેજ મળ્યો હતો કે, ‘સરસપુર પોલસ સ્ટેશનની બે અલગ અલગ મસ્જિદમાં કોઈ અજાણ્યા શખ્સો અલગ પ્રકારની ભાષા બોલી રહ્યા છે અને અંદર ઘૂસી રહ્યાં છે.’ ત્યારે મેસેજ મળતા જ શહેર કોટડા પોલીસે(Kotda police) બંને મસ્જિદોમાં તપાસ શરૂ કરી હતી. મેસેજ મળતા પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને તપાસ હાથ ધરી હતી. ત્યારે બીજી તરફ તાજેતરમાં જ સુરક્ષા એજન્સીએ અમદાવાદમાં દિવાળી પહેલા આતંકી હુમલો થવાની જાણ કરી હતી. ત્યારે તેને લઈને પોલીસ પણ સતર્ક થઈ છે.

અનિશ્ચિનીય બનાવ ન બને તે માટે વધુ તપાસ

જ્યારે તપાસના અંતે બંને મસ્જિદમાંથી કંઈ જ શંકાસ્પદ વસ્તુ અને વ્યક્તિ ન મળી આવતા પોલીસે રાહતનો શ્વાસ લીધો હતો. સાથે જ લોકોની શંકાનુ સમાધાન થયુ હતું. તેમજ કોઈ અનિશ્ચિનીય બનાવ ન બને તે માટે વધુ તપાસ પણ કરશે.

આ પણ વાંચોઃ એક જ પિલર પર ઉભેલી 200 વર્ષ જૂની મસ્જિદમાં વોટર હાર્વેસ્ટિંગ માટે છે 25 ફૂટ ઊંડી પાણીની ટાંકી

આ પણ વાંચોઃ વિશ્વ હેરિટેજ દિવસ: દેશની સૌથી સુંદર મસ્જિદમાંથી એક એટલે જામા મસ્જિદ

Last Updated : Oct 21, 2021, 10:51 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.