ETV Bharat / state

ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસને કોલ કરવા મુદ્દે અરજદાર જ શંકાસ્પદ ભૂમિકામાં સામેલ હોવાની શંકા - જસ્ટિસ બેલા ત્રિવેદી

ગુજરાત હાઇકોર્ટમાં સોમવારે લિસ્ટ થયેલી જામીન અરજીના કેસની સુનાવણી પહેલાં સવારે જસ્ટિસ બેલા ત્રિવેદીને MLA નિરંજન પટેલ ઓળખ બતાવી અજાણ્યો કોલ મામલે હાઇકોર્ટમાં થયેલી વીડિયો કોન્ફરન્સમાં અલ્પેશ પટેલ નામના વ્યક્તિએ કબૂલાત કરી હતી કે અરજદાર વિજય શાહે તેને વળતરની લાલચ આપીને ફોન કરવાનું કહ્યું હતું. હાઈકોર્ટે આ મુદ્દાને ગંભીર નોંધ લેતા જિલ્લા પોલીસ વડાને અલ્પેશ પટેલના નિવેદન એફિડેવિટ સ્વરૂપમાં આવતીકાલે રજૂ કરવાનો આદેશ કર્યો છે.

ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસને કોલ કરવા મુદ્દે અરજદાર જ શંકાસ્પદ ભૂમિકામાં સામેલ હોવાની શંકા

author img

By

Published : Jun 26, 2020, 12:41 AM IST

અમદાવાદ : હાઇકોર્ટમાં વીડિયો કોન્ફરન્સ થકી થતી સુનાવણીમાં તોસિફ વોરાએ જણાવ્યું હતું કે એક વ્યક્તિ તેની ઝેરોક્ષની દુકાન પર STD કોલ કરવાની માગ કરી હતી. જોકે તેના હોવાથી તેણે ફોન પર વાત કરવાનો આગ્રહ કરતા તોસિફ વોરાએ આવેલા વ્યક્તિને પોતાનો ફોન આપ્યો હતો. ફોન પર થોડીક મિનિટ વાત કર્યા બાદ દુકાન પર આવેલા વ્યક્તિ 30 રૂપિયાની વસ્તુ ખરીદી નીકળી ગયો હતો. પોલીસે ઝેરોક્ષ દુકાનની પાસે આવેલા હોસ્પિટલના CCTV ફૂટેજ ચેક કરતા તોસિફ વોરાએ દુકાન પર આવેલE અજાણી વ્યક્તિને ઓળખી કાઢ્યો હતો અને પોલીસે પૂછપરછ કરતાં અજાણ્યા વ્યક્તિની ઓળખ અલ્પેશ પટેલ તરીકે સામે આવી હતી. આ સિવાય પોલીસે પેટલાદના ધારાસભ્ય નિરંજન પટેલના નિવેદન રેકોર્ડ કરતાં તેમણે જણાવ્યું કે અરજદાર વિજય શાહ કોંગ્રેસ પાર્ટી સાથે સંકળાયેલા છે અને તેમની જીતમાં મહત્વનો ફાળો આપ્યો હતો જેથી તેઓ શા માટે તેમની ધરપકડ કરવા કહેશે. અરજદાર વિજય શાહે એક ગુનાના કેસમાં ગુજરાત હાઇકોર્ટમાં આગોતરા જામીન અરજી દાખલ કરી હતી.

હાઇકોર્ટના જસ્ટિસ બેલા ત્રિવેદીએ મહત્વનું અવલોકન કરતા કહ્યું કે કોઈપણ વ્યક્તિ સીધી કે બીજી રીતે ન્યાયિક પ્રક્રિયાને હાનિ પહોંચે તે રીતે કોર્ટનો સંપર્ક અથવા તેને પ્રભાવિત કરી શકે નહિં. હાઈકોર્ટે ગઇકાલના આદેશમાં રજીસ્ટ્રીને (IT) અજાણ્યા નંબરની વિગત સાથેનો રિપોર્ટ રજૂ કરવાનો આદેશ કર્યો હતો. હાઇકોર્ટના આદેશ બાદ રજીસ્ટ્રી દ્વારા મંગળવારે રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો. જેમાં અજાણ્યો નંબરનો ધારક તોસિફ વ્હોરા હોવાનું સામે આવ્યું હતું. હાઈકોર્ટે અજાણ્યા નંબર ધારક તોસિફ વોરા અને MLA નિરંજન પટેલનો નિવેદન રજૂ કરવાનો જિલ્લા પોલીસ વડાને આદેશ કર્યો છે.

હાઈકોર્ટે મહત્વનો અવલોકન કરતા કહ્યું કે જે કોઈ વ્યક્તિ આવુ કૃત્ય કરે તેની સામે ક્રિમિનલ કન્ટેમ્પ્ટ પિટિશન દાખલ કરવામાં આવી શકે છે. હાઇકોર્ટ રજીસ્ટ્રી દ્વારા રજૂ કરવામાં આવેલા રિપોર્ટમાં સામે આવ્યું છે કે અજાણ્યો નંબર વર્ષ 2018માં વોડાફોનમાંથી જિયોમાં પોર્ટ કરવામાં આવ્યો હતો. આરોપીના વકીલ તરફે કોર્ટને જણાવવામાં આવ્યું હતું કે મૂળ અરજદારની ધરપકડ કરવા માટે પોલીસને પણ નિરંજન પટેલ નામના કેટલાક અજાણ્યા કોલ આવ્યા હતા

આ સમગ્ર કેસની વિગત એવી છે કે સોમવારે લિસ્ટ થયેલી જામીન અરજીની સુનાવણી પહેલા જસ્ટિસ બેલા ત્રિવેદીને અજાણ્યો કોલ નંબરથી કોલ આવ્યો હતો. જેમાં પોતે MLA નિરંજન પટેલ વાતની ઓળખ આપી હતી, ત્યારબાદ જસ્ટિસએ તુરંત જ કોલ કટ કરી નાખ્યો હતો. જોકે ફરી ત્રણવાર આ કોલ આવતા ન્યાયાધીશે ફોન ઉપાડ્યો નહિં.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.