સુરત : ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવી સ્પેશ્યલ ચાઈલ્ડ માટે કાર્યરત સંસ્થા નિર્મિત ડે કેર એન્ડ હોસ્ટેલ પહોંચ્યા હતા. હર્ષ સંઘવી પરિવાર સાથે પહોચ્યા હતા અને દિવાળી માટે દીવડા બનાવી રહેલા સ્પેશિયલ બાળકો સાથે દીવાને રંગ પણ કર્યા હતા. એટલું જ નહીં તેઓએ જણાવ્યું હતું કે આ સ્પેશિયલ ચિલ્ડ્રન માટે પોતે તેમના બ્રાન્ડ એમ્બેસેડર છે અને દિવાળી સુધી આ સ્પેશિયલ બાળકો દ્વારા તૈયાર કરવામાં આવેલા તમામ દિવડાને વેચવા માટે મદદ કરશે. આ બાળકો સાથે તેઓએ ગરબા પણ રમ્યા હતા અને ભાવુક પણ થઈ ગયા હતા.
બાળકો સાથે દીવાને રંગ પણ કર્યો : સોશિયલ મીડિયાના માધ્યમથી રાજ્યના ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીને જાણ થઈ હતી કે નિર્મિત ડે કેર એન્ડ હોસ્ટેલ આવતા સ્પેશિયલ ચિલ્ડ્રન દ્વારા દિવાળી માટે ખાસ દીવડા તૈયાર કરવામાં આવી રહ્યા છે તે દીવડા જોઈને હર્ષ સંઘવી પોતાને આ બાળકોથી મળવાથી રોકી શક્યા નહોતા. આજે તેઓ આ બાળકોને મળવા માટે પહોંચી ગયા હતા અને તેમની સાથે તેમની પત્ની અને માતા સહિત બાળકો પણ હતા. અહીં પહોંચીને તેઓ આ સ્પેશિયલ ચિલ્ડ્રન્સ સાથે દીવડાને રંગરોગાન કામ કર્યું હતું. ત્યાં બાળકોને વધુમાં વધુ દીવડા તૈયાર કરવા માટે પણ કહ્યું હતું જેથી દિવાળી સમય લોકો તેમના દીવા ખરીદી શકે.
અર્ધો કલાક સુધી બાળકો સાથે ગરબા રમ્યાં : સંઘવી આ બાળકો સાથે ગરબા રમતા પણ જોવા મળ્યા હતાં. તેઓએ તમામ લોકોને ગરબા શીખવવી પણ રહ્યા હતા અને સાથે રમી પણ રહ્યા હતાં. હર્ષ સંઘવીને તમામ બાળકો ભાઈ કરીને બોલાવી રહ્યા હતા અને આશરે અર્ધો કલાક સુધી બાળકો સાથે હર્ષ સંઘવી ગરબા રમ્યા હતાં. બાળકો સાથે ગરબા રમતી વખતે હર્ષ સંઘવી ભાવુક પણ થઈ ગયા હતાં. તેમની આંખોમાં અશ્રુ આવી ગયા હતાં. બાળકો પણ તેમની સાથે ગરબા કરી આનંદિત થઈ ગયા હતાં.
દીવાના વેચાણમાં મદદ કરશે : હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, હું આ ખાસ બાળકોને મળવા માટે આવ્યો છું. તેમની સાથે દીવડા કલર કરીને જણાવ્યું છે કે હું તેમની માટે બ્રાન્ડ એમ્બેસેડર છું અને તેમના દીવડાનું માર્કેટિંગ હું પોતે કરીશ. લોકોને કહીશ કે આ બાળકો દ્વારા તૈયાર કરવામાં આવેલ દીવડા અને લારી ગલ્લા પર વેચાણ કરનાર લોકો પાસેથી જ વસ્તુઓ ખરીદે જેથી તેમને સારી આવક મળી શકે.
- Navratri 2023: ગરબા મહોત્સવમાં હર્ષ સંઘવીએ માણી ગરબાની રમઝટ
- Navratri 2023: અમદાવાદ શહેરના નગરદેવી ભદ્રકાળી માતાજીના ચાચરમાં ખેલાય છે ભક્તિભાવના ગરબા