શહેરના ચાંદખેડા વિસ્તારમાં રહેતી અને કાલુપુર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતી મહિલા કોન્સ્ટેબલે 19મી જૂનના ઘરના બાથરૂમમાં અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. જે બાદ તેમનો જીવ બચી ગયો હતો. તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું.
![મહિલા કોન્સ્ટેબલના આપઘાત મામલે સ્યુસાઈડ નોટ મળી આવી.....](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/17e8d4b8-cc7f-4cd0-9669-f70aa5a99a851561113462514-67_2106email_1561113473_236.jpeg)
આ અંગે પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરતા સ્યુસાઈડ નોટ મળી આવી હતી.જેમાં લખ્યું હતું કે પોલીસમાં નોકરી કરતી હોવા છતાં પણ પરિવાર માટે કઈ કરી ન શકી માટે આ પગલું ભર્યું છે. ૨૦૧૭માં વડનગરમાં રહેતા કેટલાક લોકો સાથે કઈ સમસ્યા થઇ હતી જેને લઈને વડનગરથી અમદાવાદ આવ્યા હતા.તો સ્યુસાઈડ નોટમાં લખેલા નામોની પૂછપરછ કરવામાં આવશે અને ત્યારબાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે.