- બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીનો મહત્વનો નિર્ણય
- કોરોના કાળમાં જેમના માતાપિતાનું અવસાન થયું છે, તેવા વિદ્યાર્થીઓને વિના મૂલ્યે પ્રવેશ અપાશે
- આ નિર્ણય નવા સત્રથી લાગુ પડશે
અમદાવાદ : કોરોના મહામારીમાં ઘણી શૈક્ષણિક સંસ્થાઓ લોકોની વ્યારે આવી છે, ત્યારે આંબેડકર યુનિવર્સિટી પણ વિદ્યાર્થીઓને આર્થિક રીતે સહાય થાય અને પ્રવેશ ફીમાં રાહત મળે તે હેતુથી કોરોનામાં જે વિદ્યાર્થીના માતાપિતા અથવા પોતાના ઘરની રોજીરોટી કમાવનારા ગુમાવ્યા હોય તેમને બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં મફતમાં પ્રવેશ આપવામાં આવશે, ત્યારે આ નિયમ નવા સત્રથી લાગુ કરવામાં આવશે.
આ પણ વાંચો - IGNOU એડમિશન માટે એપ્લિકેશનની તારીખ વધી
વિદ્યાર્થીઓમાં ખુશી વ્યાપી
બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી દ્વારા પ્રસંશનિય નિર્ણય કરવાને કારણે વિદ્યાર્થીઓમાં ખુશી વ્યાપી છે, ત્યારે અન્ય યુનિવર્સિટીઓએ પણ આ નિર્ણયથી પ્રેરણા લેવી જોઈએ તેમ વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું.
![બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-ahd-baba-saheb-aambedkar-university-7209724_23052021170256_2305f_1621769576_132.jpg)
આ પણ વાંચો - મોડાસા B.Ed કોલેજમાં સુવર્ણ જયંતિ મહોત્સવ યોજાયો