અમદાવાદ સ્કૂલ વર્ધી એસોસિએશનના પ્રમુખ ધર્મેન્દ્ર બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે, RTO અને પોલીસનો ત્રાસ વધતો જાય છે. જેના કારણે બે દિવસની હડતાલ રાખવામાં આવી છે. RTO દ્વારા વાહન પાસિંગ બંધ કરવામાં આવ્યું છે. બાળકોને લઈ જતા વાનચાલકોએ હડતાલ કરી છે. જો વાહન ચાલકો પાસિંગ વિના વાહન ચલાવે તો તેમની બેદરકારી ગણવામાં આવે છે. RTO દ્વારા 1500-2000 જેટલા વાહનોના પાસિંગ કરવામાં આવ્યા નથી. કાયદેસરની પરમિટ પણ આરટીઓ દ્વારા બંધ કરવામાં આવી છે. નિયમ પ્રમાણેની ગાડી હોવા છતાં પણ RTO દ્વારા પરવાનગી આપવામાં આવતી નથી. હાઈકોર્ટે પણ વાનમાં 14 બાળકો બેસાડવાની મંજૂરી આપી છે. તેમ છતાં પણ પોલીસ દ્વારા દંડ વસૂલવામાં આવે છે.
CNG પર બનાવેલી સીટને દુર કરવા માટે નિયમ લાવવામાં આવ્યો છે. તો BRTS, એસ.ટી.બસો, સ્કૂલ બસ પણ CNGથી ચાલી રહી છે. તેમાં આઠ સિલેન્ડર હોવા છતાં પણ તેના પર સીટમાં લોકોને બેસાડવામાં આવે છે. તો તેમને શા માટે પરમિશન આપવામાં આવે છે. હડતાલના બે દિવસ દરમિયાન જો કોઈ નિકાલ કરવામાં નહીં આવે તો ગુજરાતભરમાં હડતાલ કરવાની એસોસિએશને ચીમકી ઉચ્ચારી હતી.