ETV Bharat / state

જૈન સાધુ સાધવી બનવું કંઈ સહેલું નથી, જાણો કેવા આકરા હોય છે જમવાના નિયમો - Strict Dining rules of Jain monks and nuns

સાધુ સાધ્વીઓ જેમ પ્રકૃત્તિ સાથે સંકળાયેલા હોય છે. તેવી જ રીતે તેમના જમવામાં માટે ચોક્કસ નિયમ હોય છે.જૈન સાધુ સાધ્વી સૂર્યોદય અને સૂર્યાસ્ત વચ્ચે જ જમી શકે છે. સાથે પાણી પણ ઉકાળેલું પીવાનું (Strict Dining rules of Jain monks and nuns) હોય છે. સાથે તેમને જે ગોચરી દરમીયાન જમવાનું મળે (sparsh mahotsav at ahmedabad) તે જ જમવાનું હોય છે.

જૈન સાધુ સાધવી બનવું કંઈ સહેલું નથી, જાણો કેવા આકરા હોય છે જમવાના નિયમો

author img

By

Published : Jan 20, 2023, 6:18 PM IST

જાતે જમવાનું નથી બનાવતા

અમદાવાદ GMDC ગ્રાઉન્ડ ખાતે સ્પર્શ મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. જૈન સમાજના મહારાજ રત્નસુંદર સૂરિશ્વરજી મહારાજ દ્વારા લિખીત 400મા પુસ્તક વિમોચન અંતર્ગત આ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં દેશભરમાંથી 1,500 સાધુ સાધ્વી વિહાર કરીને અહીંયા આવ્યા છે. આ સાધુ સાધ્વી જમવા માટે અલગ નિયમ હોય છે.આવો જાણીએ સાધુ સાધ્વી જમવાનું કેવી રીતે હોય છે. જુઓ ETV Bharatનો વિશે અહેવાલ.

આ પણ વાંચો Sparsh Mahotsav Ahmedabad: જાણો રત્નવાટિકામાં બાળકો માટે શું છે ખાસ...

ગરમ પાણી જ પીવું સ્વયંસેવક દર્શિલ શાહે ETV Bharat સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, સાધુ સાધ્વી તે પ્રકૃતિ સાથે સંકળાયેલા હોય છે. એટલે જમવાના તેમના ચોક્કસ નિયમ હોય છે. આ સાધુ સાધ્વીઓને ગરમ જ પાણી પીવાનું હોય છે. તેઓ તેઓ સૂર્યોદય બાદ જ પાણી પી શકે છે. જ્યારે સૂર્યાસ્ત બાદ તે પાણી પી શકતા નથી. શિયાળા અને ઉનાળામાં તે દિવસમાં ઉપયોગ કરે છે, પરંતુ ચોમાસામાં 9 કલાક બાદ પાણી બદલવું પડે છે અને સૂર્યાસ્ત થયા બાદ તે પાણી કોઈના પગમાં ન આવે તેવી જગ્યાએ ઢોળવામાં આવે છે.

જાતે જમવાનું નથી બનાવતા વધુમાં તેમણે જણાવ્યું હતું કે, સાધુ સાધ્વીઓ તે જમવાનું જાતે બનાવતા નથી. સાધુ સાધવીઓ પોતાના વિહાર દરમિયાન ગોચરી માગીને લાવે છે તે જ જમે છે. તેમને જમવામાં જે પણ મળે તે જમવાનું હોય છે. તેમાં કોઈ પણ પ્રકારનો સ્વાદ હોય કે, ના હોય તે તે પોતાના અલગ લાકડાંના પાત્રની અંદર જમીન લે છે. તેઓ જમવામાં પણ કોઈ પણ જાતનો સંગ્રહ કરતા નથી.

આ પણ વાંચો Sparsh Mahotsav Ahmedabad : સ્પર્શ મહોત્સવમાં દેશની 250 ગૌશાળાઓને 5 કરોડથી વધુની રકમનું દાન કરાયું

ચોમાસામાં ડ્રાયફ્રૂટ નહીં ખાવું સાધુ સાધ્વીઓ ચોમાસા દરમિયાન ડ્રાયફ્રૂટ આરોગતા નથી. તેઓ દેવદિવાળી પછી ડ્રાયફૂટ લેવાનું શરૂ કરે છે. તેમના જમવાની વાત કરીએ તો, રસોઈની જગ્યા દરરોજ સાફ કરવામાં આવે છે. જીવદયાનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવે છે, જેથી રસોઈ દરમિયાન કોઈ જીવજંતુ તેમાં બળી ન જાય. સાથે તેમને જે માવાની મીઠાઈ આપવામાં આવે છે. તે પણ 48 કલાક પહેલાં જ બનેલી હોવી જોઈએ. ત્યારબાદની મીઠાઈ પણ તે ઉપયોગમાં લઈ શકતા નથી. ક્યારેક કોઈ ફ્રૂટની છાલ કે સમારેલું હોય તે 48 મિનિટ બાદ ઉપયોગમાં લઈ શકે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.