અમદાવાદ : ગુજરાત હાઈકોર્ટમાં આજે સુનાવણી દરમિયાન રખડતા શ્વાન દ્વારા માણસોને જે કરડી (stray dogs issue High Court Petition) ખાવાના વિવિધ કિસ્સાઓને લઈને વાત સામે હતી. તેના પર હાઇકોર્ટે ટિપ્પણી કરી હતી. હાઈકોર્ટે આ સમગ્ર મામલે ભારે વલણ અપનાવ્યું હતું અને ટકોર કરતા કહ્યું હતું કે, જો શ્વાન પાળવાનો શોખ હોય તો પાંજરાપોળમાં જાવ શું જીવદયા પ્રેમીઓને માણસોના જીવની ચિંતા નથી? (Gujarat High Court hearing Dog issue)
કોર્ટે નારાજગી દર્શાવી મહત્વનું છે કે, કોઈ શ્વાનના ત્રાસ મુદ્દે થયેલા કેસમાં બંને વ્યક્તિઓ વચ્ચે જે શ્વાનને લઈને માથાકૂટ હતી. તે સમગ્ર મામલો પોલીસ કેસ સુધી પહોંચ્યો હતો. પરંતુ આ મામલે પોલીસે કોઈ ફરિયાદ લેવામાં ન આવતા સમગ્ર મામલો કોર્ટમાં પહોંચ્યો હતો, ત્યારે આ મુદ્દે કોર્ટ દ્વારા ઓવરઓલ જે પણ રખડતા શ્વાન મુદ્દે કિસ્સા સામે આવી રહ્યા છે. તેને લઈને ભારે નારાજગી દર્શાવીને ટકોર કરી હતી. આ સાથે જ રખડતા શ્વાનને લઈને કોર્ટે મહત્વનું અવલોકન પણ કર્યું હતું. (Gujarat High Court on stray dog issue)
હાઇકોર્ટની ટકોર હાઈકોર્ટે જણાવ્યું કે, તમે સ્ટ્રીટ ડોગને ખવડાવીને કાઢી મૂકો છો અને પછી એ જ શ્વાનો બીજાને કરડે છે. જો શ્વાન પાળવાનો આટલો જ શોખ હોય તો પાંજરાપોળમાં જાવ શું જીવદયા પ્રેમીઓને માણસોના જીવનની બિલકુલ ચિંતા નથી? શ્વાનના ત્રાસ મુદ્દે થયેલી માથાકૂટનો મુદ્દો કોર્ટમાં પહોંચતા જ આ સમગ્ર કિસ્સો સામે આવ્યો હતો. જોકે હાઈકોર્ટે જણાવ્યું હતું કે, શ્વાન કરડે અને માણસોના જીવ જાય, તો આ જવાબદારી કોની? શેરી શ્વાનોને ખાવાનું આપ્યા બાદ તેને કાઢી મૂકવામાં આવે છે, ત્યારબાદ તે અન્ય લોકોને કરડતા હોય છે. જેનાથી લોકોના જીવ પણ જોખમમાં મુકાય છે. (Torture of stray dogs Torture)
આ પણ વાંચો શ્વાનના હુમલાની પોલિસી લાગુ થયા બાદ પ્રથમ વખત દંડ ફટકારવામાં આવ્યો
શું હતો સમગ્ર મામલો મહત્વનું છે કે, આજ રોજ સુરતમાં એક શ્વાને નાની બાળકીને બચકું ભર્યા બાદ તેને તરત જ હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. તે રખડતા શ્વાનના આતંકનો કિસ્સો સામે આવ્યો હતો. શ્વાન દ્વારા નાની બાળકીને કરડવાની સમગ્ર ઘટના CCTV કેમેરામાં પણ કેદ થઈ હતી. જોકે આ ઘટના તો માત્ર આજે બની હતી, પરંતુ હાઇકોર્ટમાં અનેક પ્રકારની PIL થવા છતાં પણ સમગ્ર રાજ્યમાં રખડતા પશુ અને શ્વાનનો ત્રાસ યથાવત જ છે.
શ્વાનના ત્રાસની 4,593 ફરિયાદો આંકડા મુજબ જોઈએ તો છેલ્લા નવ મહિના દરમિયાન, એપ્રિલ મહિનામાં 460, મે મહિનામાં 440, જૂન મહિનામાં 516, જુલાઈમાં 533, ઓગસ્ટમાં 476, સપ્ટેમ્બરમાં 539, ઓક્ટોબરમાં 395, નવેમ્બરમાં 492 અને ડિસેમ્બરમાં 742 એટલે કે નવ મહિનામાં શ્વાનના ત્રાસની 4,593 ફરિયાદો નોંધાય છે. (dog torture complaint)
આ પણ વાંચો જોગુલાંબા ગડવાલા જિલ્લાના ગટ્ટુ ખાતે ઉત્સાહભેર શ્વાન દોડવાની સ્પર્ધાઓ યોજાઈ
રખડતા ઢોર શ્વાનનો ત્રાસ ઉલ્લેખનીય છે કે, હાઇકોર્ટના અનેક સૂચનો અને મહાનગરપાલિકાની અનેક પ્રકારની કાર્યવાહી થવા છતાં હજુ પણ રખડતા શ્વાન અને રખડતા ઢોરનો ત્રાસ યથાવત રહ્યો છે. ત્યારે આ સમગ્ર મામલે સરકારની કામગીરી અને તંત્રની કામગીરી ઉપર પણ અનેક પ્રકારના સવાલો ઊભા થાય છે. કારણ કે ગમે તેટલું કરવા છતાં પણ દિન પ્રતિદિન રખડતા ઢોરના ત્રાસ અને શ્વાનના આતંકના કારણે અનેક લોકો ઈજાગ્રસ્ત અને મૃત્યુ થવાના સમાચારો સામે આવ્યા જ રાખે છે.