- સુજલામ સુફલામ જળ અભિયાનના ચોથા તબક્કાનો રાજ્યવ્યાપી પ્રારંભ
- અભિયાનથી વધુ 20 હજાર લાખ ઘનફૂટ જળ સંગ્રહ ક્ષમતા વધશે
- પાટણના વડાવળી ગામે તળાવ ઊંડા કરવાની કામગીરીમા મુખ્યપ્રધાન વિજય રૂપાણી સહભાગી થશે
અમદાવાદ : મુખ્યપ્રધાન વિજય રૂપાણી 1 એપ્રિલે રાજ્યમા પાણીના સંગ્રહ માટે શરૂ કરવામા આવેલા સુજલામ સુફલામ જળ અભિયાન યોજનાના ચોથા તબક્કાનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવશે. મુખ્યપ્રધાન પાટણના વડાવડી ગામેથી લીલી ઝંડી આપશે. જ્યાં તળાવને ઉંડા કરવાની કામગીરી ચાલી રહી છે.
આ પણ વાંચોઃ ભાવનગરમાં ભૂગર્ભ જળ સંગ્રહ માટે સુજલામ સુફલામ જળ અભિયાન શરૂ
15 હજારથી વધુ ટેકટર ડમ્પર ઉપયોગમાં લેવાશે
વર્ષ 2021મા સુજલામ સુફલામ જળ અભિયાનના ચોથા તબક્કામા 18,582 કામ હાથ ધરવા પ્લાન મંજૂર કરવામા આવ્યો છે. સમગ્ર અભિયાનથી આ વર્ષે વધુ 20 હજાર લાખ ઘનફૂટ જળ સંગ્રહ ક્ષમતા વધશે. જેમા લોકભાગીદારીથી 6323 તળાવો, ચેક ડેમો, જળાશયો ઉંડા કરવાની કામગીરી કરવામા આવશે. મનરેગા યોજના થકી 6681 તળાવોના વિવિધ કામો કરવામા આવશે. જેનાથી 60લાખથી વધારે લોકોને રોજગારી મળશે. 4500થી વધુ એક્ષવેટર, ૧૫ હજારથી વધુ ટેકટર ડમ્પર ઉપયોગમા લેવામા આવશે.
30 લાખથી વધુ લોકોને માનવદિન રોજગારી આપવામા આવી
સુજલામ સુફલામ જળ અભિયાન યોજના વર્ષ 2018મા શરૂ કરવામા આવી હતી. આ યોજનાના ત્રણ તબક્કાઓમા 41,488 કામો દ્વારા 42,064 લાખ ઘનફૂટ જળ સંગ્રહ ક્ષમતા વધી છે. કોરોનાની મહામારી વચ્ચે 51 દિવસના અભિયાનમા 11,072 કામોથી 18,511 લાખ ઘનફૂટ જળ સંગ્રહ ક્ષમતા વધી હતી. જેમા 30 લાખથી વધુ લોકોને માનવદિન રોજગારી આપવામા આવી છે.
આ પણ વાંચોઃ સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત ઊંડુ ઉતારાવામાં આવેલું ખેરડીનું તળાવ છલોછલ ભરાયું